સંકેત પંડ્યા – એડિટર
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે દબંગ નેતા ભાજપથી આડા ફાટ્યા છે અને ભાજપમાંથી ટિકિટ ના મળતા અપક્ષમાં તેઓ દાવેદારી કરી ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં જ તેમને ગોળી મારવાનું નિવેદન કર્યું હતું. મધુ શ્રીવાસ્તવે અપક્ષમાંથી ફોર્મ ભર્યા બાદ કાર્યકર્તાઓને સંબોધીત કરતા અગાઉ નિવેદનમાં કહ્યું હતું કે, મારા કાર્યકર્તા સામે કોઈ ધમકી આપશે તો હું તેમને ઘરે જઈને ગોળી મારીશે તેમ નિવેદન કર્યું હતું.
વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર અને દબંગ ધારાસભ્યની છાપ છોડનાર મધુ શ્રીવાસ્તવને વિવાદાસ્પદ નિવેદન મામલે મોટી રાહત મળી છે. ગોળી મારવાના નિવેદન પર મધુ શ્રીવાસ્તવને રાહત આપવામાં આવી છે. ચૂંટણી પંચે નિવેદન ચોક્કસ વર્ગને બદલે જનરલ હોવાનું તારવ્યું છે. નોંધનીય છે કે, પ્રાથમિક રીતે રિપોર્ટમાં આચાર સંહિતા ભંગનો ઉલ્લેખ નથી કરાયો.
ગોળી મારવાના નિવેદનને લઈને વિવાદમાં મધુ શ્રીવાસ્તવ રહ્યા હતા. અગાઉ ચૂંટણી પંચે મધુ શ્રીવાસ્તવને ગોળી મારવાના નિવેદનને લઈને કલેકટર પાસેથી રીપોર્ટ માંગવામાં આવ્યો હતો અને રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો, જેમાં વિવાદાસ્પદ નિવેદનને લઈને ચૂંટણી પંચે મધુ શ્રીવાસ્તવને રાહત આપી છે. ખાસ કરીને મધુ શ્રીવાસ્તવને આ વખતે ભાજપ તરફથી ટિકિટ ના મળતા તેઓ નારાજ થયા હતા અને અપક્ષમાંથી તેમને ફોર્મ ભર્યું છે. ખાસ કરીને તેઓ વાઘોડીયા બેઠક પરથીચ સતત 6 ટર્મથી જીતતા આવ્યા છે અને હવે તેઓ અપક્ષ તરીકે પ્રથમ વખત ચૂંટણીમાં ઝંપલાવશે.

