Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

દાહોદ 132 વિધાનસભા બેઠકના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીને ગૂંચવાણિયા ઝાલક જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગ્રામીણ વિસ્તારો પ્રચાર દરમિયાન પ્રચંડ સમર્થનમાં…

 સંકેત પંડ્યા – એડિટર
દાહોદ 132 વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર,રાકેશ બાકલિયા, સહીત સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ભેગા મળી દાહોદના પ્રિન્ટ ગંજ કરેલ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે નીકળ્યા હતા.જ્યાં કનૈયાલાલ કિશોરીના સમર્થનમાં જંગી મતદાન કરવા માટે આશ્વાસનની સાથે જન સમર્થન મળી રહ્યું છે. તેવી જ રીતે ઝાલા જિલ્લા પંચાયત સીટ ના ધામરડા ખાતે, તેમજ ઉચવાણીયા જિલ્લા પંચાયત સીટ પર સમાવિષ્ટ ગામોમાં જન સમાજ કાર્યક્રમ યોજાયો હતો સાથે સાથે જિલ્લા પંચાયત સીટોના ગ્રામ્ય વિસ્તારોમાં દાહોદના સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, દાહોદ વિધાનસભા બેઠકના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી, રાકેશ બાકલીયા તેમજ સંગઠનના હોદ્દેદારો દ્વારા પ્રચાર કરવા નીકળ્યા હતા. જ્યાં જશવંતસિંહ ભાભોરે કેન્દ્ર તેમજ રાજ્યની વિવિધ યોજનાઓનો લાભ આદિવાસી આંતરિયાળ વિસ્તારોમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેવાડામાનવી સુધી પહોંચાડયો છે. સાથે સાથે ભરોસાની ડબલ એન્જિનની સરકારમાં ઓરીજનલ ગેરંટી છે જેને ધ્યાને લઇ દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીના પક્ષમાં જંગી મતદાન કરી 50000 થી વધુ લીડથી જીતાડવા માટે લોકોને સંકલ્પ લેવડાવ્યા હતા. ઉપરોક્ત હોદ્દેદારોના પ્રચાર પ્રસાર દરમિયાન બંને જિલ્લા પંચાયત સીટોના ગામડાઓમાં લોકો તરફથી મળી રહ્યો છે સાથે સાથે ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ઠેર ઠેર લોકો તરફથી આવકાર મળી રહ્યો છે.
Share

Related posts

ઝાલોદ કોલેજમાં CWDC અંતર્ગત મહિલાઓ માટે કાનૂની જાગૃતિ સેમિનાર યોજાયો

gujaratjanekta

ઝાલોદ નગરમાં લુહારવાડા, પ્રભુતા પાર્ટી પ્લોટ તેમજ નગરપાલિકા ગ્રાઉંડ પર ગરબાનો રંગ જામ્યો

gujaratjanekta

ફતેપુરા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial