Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ

સુરેન્દ્રનગર જિલ્લામાં ડબલ ઋતુ જેવા માહોલ સાથે વાદળછાયા વાતાવરણના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યાં છે.

 સંકેત પંડ્યા – એડિટર

સુરેન્દ્રનગર જિલ્લામાં મચ્છર સહિતના રોગોએ માથુ ઊંચક્યું છે. છેલ્લા એક સપ્તાહમાં સરકારી દવાખાનાઓમાં 15000 જેટલી ઓપીડી નોંધાઇ હતી. જેમાં તાવ, શરદી, ઉધરસ સહિતના રોગમાં લોકો સપડાયા હતા. બીજી તરફ છેલ્લા સાડા નવ માસમાં 21 જેટલા ડેન્ગ્યુના કેસ ધ્યાને આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં ડબલ ઋતુ જેવા માહોલ સાથે વાદળછાયા વાતાવરણના કારણે લોકો બીમારીનો સામનો કરી રહ્યાં છે.

….પરિણામે જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં શરદી, ઉધરસ, તાવ સહિતની સારવાર માટે છેલ્લા 7 દિવસમાં જ 15000 લોકો ધસી ગયા હતાં. જ્યારે મલેરિયા વિભાગની વાત કરીએ તો જાન્યુઆરી-2021થી 16 ઓક્ટોબર-2021 દરમિયાન 3,04,397 લોકોના સેમ્પલો લેવાતા મલેરિયાના 145માંથી 9 ઝેરી મલેરિયાના, 3 ડેન્ગ્યુના તેમજ 1 ચિકનગુનિયાનો કેસ નોંધાયો હતો. જેની સામે તો જાન્યુઆરી-2022થી 16 ઓક્ટોબર-2022 દરમિયાન 3,04,397 લોકોના સેમ્પલો લેવાતા 147માંથી 13 ઝેરી મલેરિયાના, 21 ડેન્ગ્યુના તેમજ 2 ચિકનગુનિયાના કેસ નોંધાયા હતા. જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. બી.જી.ગોહિલ, ડો. જયેશભાઈ આર.રાઠોડ સહિતના માર્ગદર્શન નીચે વેક્ટર કંટ્રોલની 20 ટીમ સાથે 100 કર્મચારી દ્વારા ઘેર ઘેર સરવે કરીને કાર્યવાહી કરાવવામાં આવી રહી છે.
Share

Related posts

દાહોદ ગલિયાકોટ એસટી બસમાં ચારથી પાંચ સીટો પર ટપાલના થેલાઓ મૂકવામાં આવતા મુસાફરોને હાલાકી

gujaratjanekta

ઝાલોદ તાલુકા રામપુરા ગામે તાલુકા પંચાયત ના પૂર્વ પ્રમુખ અનિતાબેન મછારની રજૂઆત ને ધ્યાને લઈ P MJ Y યોજના કાર્ડ કાઢી આપવામાં આવ્યા.

gujaratjanekta

કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાજપુતાના કંપની ની સામે ખુલ્લી જગ્યા માંથી ચોરી ના મુદ્દામાલ સાથે ૬ ઈસમોને પકડી પાડતી પંચમહાલ ગોધરા એસ.ઓ.જી પોલીસ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial