Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુજરાતમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 3.5ની તીવ્રતા નોંધાઈ

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી તરફથી મળેલી માહિતી મુજબ આ ભૂકંપની તીવ્રતા 3.5 હતી. ગુજરાતમાં આજે સવારે લગભગ 10.26 વાગ્યે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની ઊંડાઈ જમીનથી 7 કિમી નીચે હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આ ભૂકંપ ગુજરાતમાં સુરતથી 61 કિલોમીટરના અંતરે આવ્યો છે. હાલમાં આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.

ગુજરાતમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાથી થોડીક ક્ષણ માટે ભયનો માહોલ સર્જાયો હતો. ગુજરાતના સુરત તેમજ નવસારી વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોક પોતાના ઘરની બહાર દોડી ગયા હતા. હજુ સુધી ભૂકંપને કારણે કોઈ મોટી જાનહાનીના સમાચાર પ્રાપ્ત થયા નથી. આ ભૂકંપના આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 નોંધાઈ હતી. ગુજરાતના દક્ષિણ વિસ્તારમાં આજે સવારે 10 વાગ્યાના સુમારે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ગુજરાતમાં આ અગાઉ પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યા છે. જો કે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનમાલની કે નુકશાન થતું ન હોવથી તંત્ર અને લોકોને રાહત અનુભવાય છે. જો કે ભૂકંપને કારણે લોકોમાં ફફડાટ મચી જવા પામે છે. નોંધનીય છે કે ગુજરાતમાં 26મી જાન્યુઆરી 2001માં ભયકંર ભૂકંપ આવ્યો હતો અને ખુબ જ મોટી તારાજી સર્જી હતી.

Share

Related posts

પંચમહાલ જિલ્લા સસ્તા અનાજ ના સંચાલકો વિરુદ્ધ જિલ્લા પુરવઠા અધિકારી ની લાલ આંખ દુકાનદારો તેમજ વેપારીઓ માં ફફડાટ!!

gujaratjanekta

ઝાલોદ નગરમાં ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવનાર આંતર રાજ્ય સુંદર કાંડ સ્પર્ધા સફળતા પૂર્વક પૂર્ણ થાય તે માટે હનુમાનજીના ચરણોમાં અરજી કરવામાં આવી

gujaratjanekta

“વોર્ડ અમારો, ઉમેદવાર બહારનો કેમ?ગત ચૂંટણીમાં અપક્ષ તરીકે 1155 મતો મેળવનાર લોકપ્રિય ચહેરાની બાદબાકી: વોર્ડ નં. 2 માં ‘આયાતી’ શાસન સામે જનાક્રોશ!!

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial