સંકેત પંડ્યા – એડિટર
ગાંધીનગર ખાતે પ્રથમ સેમિકોન ઇન્ડિયા ફ્યુચર ડિઝાઇન રોડશોને ફ્લેગ ઑફ કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર. ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રેરિત કરવા માટે રૂ.૧૫૦૦ કરોડનો કોલ આપવા બદલ ગુજરાતના ઉદ્યોગપતિ અને HNIsનું કરાયું સન્માન. ઈસરોએ પરીક્ષિત અને લાયકાત ધરાવતા NavIC રીસીવર ચિપ-સેટ્સનું અનાવરણ. ‘સેમિકોન ઇન્ડિયા ફ્યુચર ડિઝાઇન સ્ટાર્ટઅપ બનવાનો આ જ યોગ્ય સમય છે’: કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે રાજ્યના પાટ-નગર ગાંધીનગરમાં ‘પ્રથમ સેમિકોન ઈન્ડિયા ફ્યુચર ડિઝાઈન રોડ શો’ને ફ્લેગ ઑફ કર્યો હતો. ‘આત્મનિર્ભર ભારત’ અને ‘ઈન્ડિયાટેકડ’ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાકલમાં વિશ્વાસ દર્શાવતા, ગુજરાતી ઉદ્યોગપતિઓ અને HNIsએ ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રેરિત કરવા રૂ.૧૫૦૦ કરોડ આપવાની બાહેંધરી આપી હતી. તેમની આ અન્ય લોકોને પ્રેરિત કરતી પહેલ બદલ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્ર-શેખર દ્વારા તેમનું સન્માન પણ કરાયું હતું. સંમેલનમાં વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને ઇન્વેસ્ટર્સને સંબોધતા રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીને કારણે સ્ટાર્ટઅપ્સ, નવી પેઢીના ઇનોવેટર્સ અને ઉદ્યોગના અગ્રણીઓને સેમિકન્ડક્ટરડિઝાઇનમાં રોકાણ કરવા અને મજબૂત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે આ રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના વિઝનને ધ્યાનમાં રાખી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા તમામ હિતધારકો સુધી પ્રેરક તરીકેની ભૂમિકા ભજવી છે. તેમણે સ્ટાર્ટઅપ્સ, ઈનોવેટર્સ, ઈન્વેસ્ટર્સ અને ઈન્ડસ્ટ્રી લીડર્સ સાથે સંકળાયેલા ગુજરાતના તમામ પ્રદેશોની મુલાકાત લીધી હતી અને રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશન સેક્ટર માટે ટેકો મેળવ્યો હતો. યુવા વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકોને સેમિકોન ઈન્ડિયા ફ્યુચર ડિઝાઈનની તકનો લાભ મળવવા પ્રોત્સાહિત કરવા વૈશ્વિક અને ભારતીય બંને ઉદ્યોગના વિવિધ નેતાઓને તેમણે જણાવ્યું હતું કે, ‘‘અમે સેમિકોન ઈન્ડિયા પ્રોગ્રામમાં દરેક વિદ્યાર્થી, દરેક કોલેજ તથા વધુથી વધુ યુવાઓને ઉત્સાહિત કરી તેમને સેમિકોન ઈન્ડિયાની યાત્રામાં જોડાવવાનો ઈરાદો ધરાવીએ છીએ.’’ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ‘સેમિકોન ઇન્ડિયા’ ભાવિ ડિઝાઇન સ્ટાર્ટઅપ બનવાનો સમય હવે આવી ગયો છે. આ પ્રસંગે ભારતીય અને વૈશ્વિક બંને ઉદ્યોગના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાજીવ ચંદ્રશેખરે ઈસરો દ્વારા પરીક્ષણ કરેલ અને લાયકાત ધરાવતા NavIC રીસીવર ચિપસેટ્સનું અનાવરણ પણ કર્યું હતું. રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનો આધાર આત્મનિર્ભર રાજ્ય છે, જે આત્મનિર્ભર શહેરો અને આત્મનિર્ભર ગામો દ્વારા સંચાલિત છે. આગામી સમયમાં આત્મનિર્ભર સુરત, આત્મનિર્ભર અમદાવાદ, આત્મનિર્ભર રાજકોટ, અને ઘણા ક્ષેત્રોને આત્મનિર્ભર બનાવીશું. ગાંધીનગર ખાતે પ્રથમ સેમિકોન ઇન્ડિયા ફ્યુચર ડિઝાઇન રોડશોને ફ્લેગ ઑફ કરતા કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર. ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રેરિત કરવા માટે રૂ.૧૫૦૦ કરોડનો કોલ આપવા બદલ ગુજરાતના ઉદ્યોગપતિ અને HNIsનું કરાયું સન્માન. ઈસરોએ પરીક્ષિત અને લાયકાત ધરાવતા NavIC રીસીવર ચિપ-સેટ્સનું અનાવરણ. ‘સેમિકોન ઇન્ડિયા ફ્યુચર ડિઝાઇન સ્ટાર્ટઅપ બનવાનો આ જ યોગ્ય સમય છે’: કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખર. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે આજે રાજ્યના પાટ-નગર ગાંધીનગરમાં ‘પ્રથમ સેમિકોન ઈન્ડિયા ફ્યુચર ડિઝાઈન રોડ શો’ને ફ્લેગ ઑફ કર્યો હતો. ‘આત્મનિર્ભર ભારત’ અને ‘ઈન્ડિયાટેકડ’ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાકલમાં વિશ્વાસ દર્શાવતા, ગુજરાતી ઉદ્યોગપતિઓ અને HNIsએ ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને પ્રેરિત કરવા રૂ.૧૫૦૦ કરોડ આપવાની બાહેંધરી આપી હતી. તેમની આ અન્ય લોકોને પ્રેરિત કરતી પહેલ બદલ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્ર-શેખર દ્વારા તેમનું સન્માન પણ કરાયું હતું. સંમેલનમાં વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ્સ અને ઇન્વેસ્ટર્સને સંબોધતા રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશીને કારણે સ્ટાર્ટઅપ્સ, નવી પેઢીના ઇનોવેટર્સ અને ઉદ્યોગના અગ્રણીઓને સેમિકન્ડક્ટરડિઝાઇનમાં રોકાણ કરવા અને મજબૂત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ બનાવવામાં મદદ કરવાના ઉદ્દેશ્ય સાથે આ રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનના વિઝનને ધ્યાનમાં રાખી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા તમામ હિતધારકો સુધી પ્રેરક તરીકેની ભૂમિકા ભજવી છે. તેમણે સ્ટાર્ટઅપ્સ, ઈનોવેટર્સ, ઈન્વેસ્ટર્સ અને ઈન્ડસ્ટ્રી લીડર્સ સાથે સંકળાયેલા ગુજરાતના તમામ પ્રદેશોની મુલાકાત લીધી હતી અને રાજ્યમાં સ્ટાર્ટઅપ અને ઈનોવેશન સેક્ટર માટે ટેકો મેળવ્યો હતો. યુવા વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકોને સેમિકોન ઈન્ડિયા ફ્યુચર ડિઝાઈનની તકનો લાભ મળવવા પ્રોત્સાહિત કરવા વૈશ્વિક અને ભારતીય બંને ઉદ્યોગના વિવિધ નેતાઓને તેમણે જણાવ્યું હતું કે, ‘‘અમે સેમિકોન ઈન્ડિયા પ્રોગ્રામમાં દરેક વિદ્યાર્થી, દરેક કોલેજ તથા વધુથી વધુ યુવાઓને ઉત્સાહિત કરી તેમને સેમિકોન ઈન્ડિયાની યાત્રામાં જોડાવવાનો ઈરાદો ધરાવીએ છીએ.’’ કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, ‘સેમિકોન ઇન્ડિયા’ ભાવિ ડિઝાઇન સ્ટાર્ટઅપ બનવાનો સમય હવે આવી ગયો છે. આ પ્રસંગે ભારતીય અને વૈશ્વિક બંને ઉદ્યોગના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં રાજીવ ચંદ્રશેખરે ઈસરો દ્વારા પરીક્ષણ કરેલ અને લાયકાત ધરાવતા NavIC રીસીવર ચિપસેટ્સનું અનાવરણ પણ કર્યું હતું. રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે વધુમાં જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારતનો આધાર આત્મનિર્ભર રાજ્ય છે, જે આત્મનિર્ભર શહેરો અને આત્મનિર્ભર ગામો દ્વારા સંચાલિત છે. આગામી સમયમાં આત્મનિર્ભર સુરત, આત્મનિર્ભર અમદાવાદ, આત્મનિર્ભર રાજકોટ, અને ઘણા ક્ષેત્રોને આત્મનિર્ભર બનાવીશું.

