Gujarat Jan Ekta
તાજા સમાચાર
ટોપ ન્યૂઝ

મુખ્યમંત્રીના હસ્તે શ્રમ સન્માન પોર્ટલનું કરવામાં આવ્યું લોકાર્પણ, 22 ભોજન કેન્દ્રોનો સમાવેશ

 સંકેત પંડ્યા – એડિટર

ગુજરાતના શ્રમિકોના 22 ભોજન કેન્દ્રો અને શ્રમ સન્માન પોર્ટલનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદથી આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. ગુજરાતના શ્રમિકોને તેના કારણે આજે મોટી ભેટ મળી છે.  

શ્રમયોગીઓને યોજનાકીય લાભોના ઓનલાઇન વિતરણ માટેના શ્રમ સન્માન પોર્ટલનું લોકાર્પણ કરવામાં આવતા અમદાવાદ તથા ગાંધીનગર ખાતે આવેલા કુલ-22 કડીયાનાકાઓ પર ભોજન મળશે. 50થી વધુ શ્રમિકો બાંધકામ સાઈટ પર હશે ત્યાં આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તેમને ડોરસ્ટેપ ડિલિવરીની સુવિધા આપવામાં આવશે. 

શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ માત્ર પાંચ રૂપિયામાં શ્રમિક અને તેમના પરિવારજનોને પૌષ્ટિક ભોજન મળી રહેશે. શ્રમ સન્માન પોર્ટલ પર વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત ઓનલાઇન અરજી કરી શકાશે.
આ પોર્ટલ પર શ્રમિકો પોતે કરેલ અરજીનું લાઈવ સ્ટેટસ પણ જાણી શકાશે. શ્રમ સન્માન પોર્ટલ મારફત અરજી પ્રક્રિયા ઝડપી બનશે તથા પારદર્શિતામાં વધારો થશે. 

સરકારી યોજનાના લાભ પહોંચે તે ગુજરાતી આગવી વિશેષતા છે.  છેવાડાના ગરીબ વંચિત નાગરીકો સન્માન સાથે જીવે તે હેતુથી સરકાર દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવી રહ્યા છે. શ્રમિ પરીવારોને તેના આશિર્વાદ પણ મળતા રહે છે. તેમ મુખ્યમંત્રીએ કહ્યું હતું. શ્રમયોજના થકી વિકસિત ભારતની નેમ સાકાર કરવા સૌ કર્તવ્યયુક્ત બનીએ તેમ સીએમએ જણાવ્યું હતું. 

Share

Related posts

સુપોષિત દાહોદ અંતર્ગત ICDS ઝાલોદ ઘટક- ૩ખાતે C-MAM તાલીમ યોજાઈ

gujaratjanekta

વડોદરાના બે પેટ્રોલ-ડીઝલ પંપ સહિત રાજ્યના ૨૩ પંપ ઉપર SGST વિભાગનો ધામા !

gujaratjanekta

દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામ ખાતે પ્રગતિશીલ ખેડૂતો દ્વારા ફાર્મ સ્કુલ હેઠળ મિટિંગ યોજવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial