Gujarat Jan Ekta
તાજા સમાચાર
સ્પોર્ટસ

આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ વન ડે મેચ, શિખર ધવન પ્લેઇંગ XIમાં આ ખેલાડીઓને આપી શકે છે તક

 સંકેત પંડ્યા – એડિટર

ટી-20 સીરિઝમાં દક્ષિણ આફ્રિકાને 2-1થી હરાવ્યા બાદ ભારત આ ટીમ વિરૂદ્ધ ત્રણ મેચની વન ડે સીરિઝ રમશે. રોહિત શર્મા, વિરાટ કોહલી સહિત ટીમ ઇન્ડિયાના સીનિયર ખેલાડી ટી-20 વર્લ્ડકપ 2022 માટે ઓસ્ટ્રેલિયાની ઉડાન ભરી ચુક્યા છે. એવામાં શિખર ધવનની આગેવાનીમાં આ વન ડે સીરિઝમાં યુવા ખેલાડી પોતાની પ્રતિભા બતાવતા જોવા મળશે. બીસીસીઆઇએ આ સીરિઝ માટે 16 ખેલાડીઓની ટીમની જાહેરાત કરી હતી પણ પ્રથમ વન ડે માટે 11 ખેલાડીને પસંદ કરવા માટે ધવને ઘણી માથાકુટ કરવી પડશે.

વન ડે સીરિઝ માટે ભારતના ટૉપ 3 તો નક્કી ગણાઇ રહ્યા છે. શિખર ધવન સાથે ઇનિંગની શરૂઆત શુભમન ગિલ કરશે. ગિલે તાજેતરમાં ઓપનર તરીકે ટીમ ઇન્ડિયા માટે વન ડે ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કર્યુ છે. આગામી વન ડે વર્લ્ડકપ માટે ગિલ ફરી એક વખત પરફોર્મ કરી પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરવા માંગશે. ત્રણ નંબર પર ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન શ્રેયસ અય્યર હશે. અય્યર ટી-20 વર્લ્ડકપ ટીમનો સ્ટેન્ડબાયનો ભાગ છે, એવામાં ટીમ ઇચ્છશે કે આ ખેલાડી મેચ પ્રેક્ટિસમાં રહે.

આ સિવાય બેટિંગનો ભાર ઇશાન કિશન, સંજૂ સેમસન અને રાહુલ ત્રિપાઠી સંભાળતા જોવા મળી શકે છે. ટીમમાં રજત પાટીદાર, મુકેશ કુમાર અને શહબાજ અહમદ જેવા યુવા ખેલાડીઓને પણ પ્રથમ વખત પસંદ કરવામાં આવ્યા છે પરંતુ આજની મેચમાં તેમણે પ્લેઇંગ ઇલેવનમાં તક મળવી મુશ્કેલ છે.

ભારતીય બોલિંગ એટેકની વાત કરીએ તો દીપક ચહર, શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજ ફાસ્ટ બોલિંગનો ડિપાર્ટમેન્ટ સંભાળશે જ્યારે સ્પિનર બોલિંગની જવાબદારી કુલદીપ યાદવ સાથે રવિ બિશ્નોઇના ખભા પર હશે. પાટીદાર, મુકેશ અને શહબાજ સિવાય આજની મેચમાં ઋતુરાજ ગાયકવાડ અને આવેશ ખાનને પણ બહાર બેસવુ પડી શકે છે.

દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ વન ડે માટે સંભવિત પ્લેઇંગ XI

શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, ઇશાન કિશન, સંજૂ સેમસન, રાહુલ ત્રિપાઠી, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ

Share

Related posts

વાનખેડેમાં ભારતનો વિજયધ્વજ: ઇંગ્લેન્ડને હરાવી ટીમ ઇન્ડિયા T20 વર્લ્ડ કપની ફાઈનલમાં

gujaratjanekta

INDVsSA: ડેબ્યૂ મેચ માટે તૈયાર 3 ભારતીય ખેલાડી, શું શિખર ધવન આજે આપશે તક?

gujaratjanekta

રાજ્ય કક્ષાએ પંચમહાલ જીલ્લા ફુટબોલ ખેલાડીઓની ટીમ સુપર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial