Gujarat Jan Ekta
તાજા સમાચાર
સ્પોર્ટસ

ભારતે આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ વખત ઘરમાં જીતી T20 સીરિઝ, મિલ્લરની સદી બેકાર

 સંકેત પંડ્યા – એડિટર

ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલી બીજી ટી-20 મેચમાં ભારતે 16 રને જીત મેળવી છે. આ સાથે જ ભારતે 3 મેચની ટી-20 સીરિઝ 2-0થી જીતી લીધી છે. આ પ્રથમ વખત છે જ્યારે ભારતે પોતાના ઘરમાં સાઉથ આફ્રિકાને કોઇ ટી-20 સીરિઝમાં હરાવ્યું છે. સાઉથ આફ્રિકાએ અંત સુધી લડાઇનો પ્રયાસ કર્યો હતો, ડેવિડ મિલ્લરે સદી ફટકારી હતી પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહતો.

238 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી સાઉથ આફ્રિકાની ટીમને શરૂઆતમાં ઝટકા લાગ્યા હતા. શરૂઆતની બે ઓવરમાં આફ્રિકાની બે વિકેટ પડી ગઇ હતી, સાથે જ 47ના સ્કોર પર ટીમે 3 વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ તે બાદ ડેવિડ મિલ્લર અને ક્વિન્ટન ડી કૉકની કમાલની બેટિંગ જોવા મળી હતી.

ડેવિડ મિલ્લરે અહી સદી ફટકારી હતી અને 47 બૉલમાં 106 રન બનાવ્યા હતા. મિલ્લરે પોતાની ઇનિંગમાં 8 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. બીજી તરફ ક્વિન્ટન ડી કૉક 48 બૉલમાં 69 રનની ઇનિંગ રમી હતી. બન્ને ખેલાડીઓ વચ્ચે માત્ર 84 બોલમાં 174 રનની અણનમ ભાગીદારી કરી હતી પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહતો અને 16 રને દક્ષિણ આફ્રિકાનો પરાજય થયો હતો.

ટીમ ઇન્ડિયાએ આ મેચમાં ભલે જીત મેળવી હોય પરંતુ બોલિંગ હજુ પણ ચિંતાનો વિષય છે. કારણ કે આટલા મોટા સ્કોર છતા પણ માત્ર 16 રનથી જીત મળી હતી. ભારત તરફથી અર્શદીપે 4 ઓવરમાં 62, અક્ષર પટેલે 4 ઓવરમાં 53 અને હર્ષલ પટેલે 4 ઓવરમાં 45 રન આપી દીધા હતા.

ભારતે 20 ઓવરમાં 3 વિકેટે 237 રન બનાવ્યા હતા. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 5 ફોર અને 5 સિક્સર સાથે 61 રન બનાવ્યા હતા જ્યારે કેએલ રાહુલે 57 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ અણનમ 49 અને રોહિત શર્માએ 43 રન બનાવ્યા હતા.

Share

Related posts

અમદાવાદ ખાતે યોજાયેલ 14 માં ખેલમહાકુંભમાં વડોદરાના કાવ્ય સક્સેનાએ લોન ટેનિસમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ – જાણો વધુમા

gujaratjanekta

કેએલ રાહુલ અને લખનઉના બોલરો સામે મુંબઈ થઇ ઢેર, સતત છઠ્ઠી મેચ ગુમાવી

gujaratjanekta

અમૃતમ યોજના માટે બોન્ડ: વડોદરા મનપાના વિવિધ પ્રોજેક્ટોમાં હિસ્સો આપવા માટે 100 કરોડના બોન્ડ બહાર પાડવા સેબીની મંજૂરી, ખાનગી અને સરકારી કંપનીઓ રોકાણ કરશે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial