Gujarat Jan Ekta
તાજા સમાચાર
સ્પોર્ટસ

PakVsENG: પાકિસ્તાને ઇંગ્લેન્ડને પાંચમી ટી-20 મેચમાં હરાવ્યું, શ્રેણીમાં 3-2ની લીડ મેળવી

સંકેત પંડ્યા – એડિટર

બાબર આઝમની કેપ્ટન્સીમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે 7 મેચની ટી-20 સીરિઝની પાંચમી મેચમાં ઇંગ્લેન્ડને 6 રને હરાવ્યું હતું અને સીરિઝમાં 3-2ની લીડ મેળવી લીધી છે. લાહોરમાં રમાયેલી આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ મોહમ્મદ રિઝવાનની અડધી સદીના દમ પર 19 ઓવરમાં 145 રન બનાવી શકી હતી પરંતુ પડકારનો પીછો કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 139 રન સુધી જ પહોચી શકી હતી. મોહમ્મદ રિઝવાનને આ ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનું બેટ પાંચમી ટી-20 મેચમાં પણ ચાલ્યુ નહતુ. ત્રીજી મેચમાં સદી ફટકાર્યા બાદ તે ચોથી અને પાંચમી મેચમાં રન બનાવવામાં નિષ્ફળ ગયો હતો પરંતુ મોહમ્મદ રિઝવાનનું શાનદાર પ્રદર્શન સતત ચાલુ રહ્યુ હતુ. એક તરફ જ્યા પાકિસ્તાની બેટ્સમેન ઇંગ્લેન્ડના બોલરો સામે ધરાશાઇ થતા રહ્યા હતા રિઝવાને એક છેડો સંભાળી રાખ્યો હતો અને 46 બોલમાં 3 સિક્સર અને 2 ફોરની મદદથી તેમણે 63 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના નવમા બેટ્સમેનના રૂપમાં રિઝવાનની વિકેટ પડી હતી.

પાકિસ્તાન તરફથી કેપ્ટન બાબર આઝમે 9 રન, શાન મસૂદે 7 રન, હૈદર અલીએ 4 રન, ઇફ્તિખાર અહેમદ 15 રન, આસિફ અલી 5 રન, મોહમ્મદ નવાઝ 0 રન, શાદાબ ખાન 7 રન, આમેર જમાલ 10 રન, હેરિસ રાઉફ 8 રન બનાવીને આઉટ થયા હતા. ઇંગ્લેન્ડ તરફથી માર્ક વુડે 3 વિકેટ, ડેવિડ વિલે અને સેમ કર્રને 202 વિકેટ જ્યારે ક્રિસ વોક્સે એક વિકેટ ઝડપી હતી.

મોઇન અલીની અડધી સદી

ઇંગ્લેન્ડને જીતવા માટે મોટો પડકાર મળ્યો નહતો પરંતુ આ ટીમ તેના ટાર્ગેટ સુધી પહોચી શકી નહતી. કેપ્ટન મોઇન અલીએ 37 બોલમાં 4 સિક્સર અને 2 ફોરની મદદથી અણનમ 51 રન બનાવ્યા હતા પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહતો. આ ટીમ તરફથી ડેવિડ મલાને મોઇન પછી 36 રનની બીજી સૌથી મોટી ઇનિંગ રમી હતી. પાકિસ્તાન તરપથી હારિસ રઉફ બે વિકેટ લઇને સૌથી સફળ બોલર રહ્યો હતો.

Share

Related posts

IPLની પ્લે-ઑફમાં પહોંચનારી પહેલી ટીમ બની ગુજરાત ટાઈટન્સ, 82 રને પવેલિયન-ભેગી થઈ LSG

gujaratjanekta

શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ: જામનગર જિલ્લા પંચાયતના કર્મચારી સામે પત્નીએ મારઝૂડની ફરિયાદ નોંધાવતા ચકચાર

Admin

ફતેપુરા માં તાલુકા પંચાયત કચેરી ખાતે “લખપતિ દીદી” કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial