Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

આંતરરાષ્ટ્રીય સંમેલન મહાકાલ: ધ માસ્ટર ઓફ ટાઈમ

* આંતરરાષ્ટ્રીય સંમેલન મહાકાલ: ધ માસ્ટર ઓફ ટાઈમ
* એમપી કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ઇન્ડિયન નોલેજ સિસ્ટમ ડિવિઝન મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન, જીઓઆઇ એન્ડ વિજ્ઞાન ભારતી ના સંયુક્ત ઉપક્રમે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ મહાકાલ માસ્ટર ઓફ ટાઈમ નું આયોજન ત્રણ થી પાંચ એપ્રિલ 2026 ઉજ્જૈન મધ્ય પ્રદેશ ખાતે આયોજન કરવામાં આવ્યું.આ કોન્ફરન્સ ના અધ્યક્ષ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડો મોહન યાદવ અને મુખ્ય મહેમાન કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્રપ્રધાન ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો. આ ઉપરાંત શ્રી સુરેશ સોની અને શ્રી વી કે સારસ્વત ઉપસ્થિત રહ્યા હતા . કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રદાન પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે ઉજ્જૈન એ આસ્થાની નગરી નહીં પણ ભારતીય જ્ઞાન પરંપરા નું મહત્વપૂર્ણ કેન્દ્ર છે .મુખ્યમંત્રી શ્રી મોહન યાદવ એ જણાવ્યું કે ઉજ્જૈન સમય ,પરંપરા અને વિજ્ઞાન એ ત્રણેનું સંગમ કેન્દ્ર છે. સમય ને જીવનનો આધાર બતાવતા ઉજ્જૈનને પ્રાચીન સમય માપનનું મુખ્ય સ્થળ છે કોન્ફરન્સનું આયોજન માત્ર ધાર્મિક નહીં પણ ખગોળ શાસ્ત્ર અને વિજ્ઞાન માપનની પરંપરા ને સમજવા માટેનો મંચ છે .આ કોન્ફરન્સમાં વિદ્યાર્થી વિજ્ઞાન મંથન 2026-27 નું મુખપૃષ્ઠ અને વેબસાઈટ નું લોન્ચિંગ કરવામાં આવ્યું . સાથે સાથે નવનિર્મિત ઉજ્જૈન સાયન્સ સેન્ટર નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વિજ્ઞાન મંથન કોર્ડીનેટર શ્રી કમલેશ ડી લીમ્બાચીયા જીવવિજ્ઞાન શિક્ષક આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કુલ દાહોદ ડેલીગેટ સભ્ય તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વપ્રસિધ્ધ સમય ગણના કેન્દ્ર ડોંગલાની પણ મુલાકાત લીધી હતી . ત્રિ દિવસીય આંતરરાષ્ટ્રીય સંમેલનને અંતે કીટ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. વિજ્ઞાનગુર્જરીના પ્રમુખ ડો ચૈતન્ય જોશી અને સચિવ શ્રી જીગ્નેશ બોરીસાગર એ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લેવા બદલ ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વિજ્ઞાન મંથનના સ્ટેટ કોર્ડીનેટર કમલેશભાઈ લીમ્બાચીયાને અભિનંદન પાઠવ્યા હતા

Share

Related posts

એસ.પી.હાઈસકુલ સંતરામપુર ખાતે મફત મેડીકલ નિદાન કેમ્પ ને બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

gujaratjanekta

“કરછી ગુર્જર લુહાર સમાજ માંડવી સંચાલિત શ્રી વિશ્વકર્મા લુહાર યુવક મંડળ દ્વારા 21મો ભવ્ય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો”.

gujaratjanekta

ઝાલોદ નગરમાં નવરાત્રીના પવિત્ર દિવસો દરમિયાન મટનની દુકાનો અને કતલખાના બંધ રાખવા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા માંગ કરાઈ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial