Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા વિધાનસભા ના સુખસર માં કાર્યકર્તા સંમેલન કાર્યક્રમ યોજાયો

 

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા વિધાનસભાના સુખસર ખાતે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને કાર્યકર્તા સંમેલન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય અને કૃષિ મંત્રી રમેશભાઈ કટારા સાંસદ જશવંતસિંહ ભાભોર મહામંત્રી હિતુભાઈ ચૌહાણ ગુજરાત ભાજપા મંત્રી શંકરભાઈ અમલીયાર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.ફતેપુરા વિધાનસભાના સુખસર ખાતે ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષ સ્થાને ભવ્ય કાર્યકર્તા સંમેલન નો કાર્યક્રમ ગુરૂવારના રોજ યોજાયો હતો જેમાં વિધાનસભા વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલભાઈ ધરીયા એ સ્વાગત પ્રવચન કર્યું હતું ત્યારબાદ સાંસદ જશવંતસિંહ ભાભોરે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું ધારાસભ્યની કૃષિ મંત્રી રમેશભાઈ કટારાએ ભાજપની સરકારમાં થયેલા વિકાસ કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે અને સરકારનો લાભ મળી રહ્યો છે. તેમજ પીએમ કિસાન યોજના અંતર્ગત અને વરસાદમાં થયેલા નુકસાન અંતર્ગત સરકાર દ્વારામાં આપવામાં આવેલ નાણા સીધેસીધા ખાતામાં જમા થયા હતા તે બાબતની વાતો રજૂ કરી હતી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે.
મારી જમણી બાજુ શક્તિ કેન્દ્ર ને સહયોજક તો ડાબી બાજુ માં બુથ પ્રમુખ બેઠા છે એ ખાલી અને ખાલી ભાજપ માં જ શક્ય છે. 20 વષૅ પહેલા લોકો પાણી માટે વલખાં મારવાં પડતાં હતા પરંતું અત્યારે બધા તળાવો ભરેલા જોવા મળે છે…
કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યુ કે કોંગ્રેસ વાળા બાટલા બતાવીને દેખાવો કરે છે તેમને પૂછો કે એમના રાજ માં માતાઓ ચૂલાઓ પર ધુમાડા માં રસોઈ બનાવતા હતા .. રસોઇ માટે બાટલા ભાજપ સરકારે જ આપ્યા તો પછી કોંગ્રેસ વાળા ને બાટલા બતાવવાનો હક જ નથી..
આ કાર્યક્રમમાં શક્તિ કેન્દ્ર ના સંયોજક હિતેશ કલાલ અને બુધપ્રમુખ આશિત પંચાલ દ્વારા પણ ચોપડાઓ આપીને પ્રદેશ અધ્યક્ષ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યકર્તા સંમેલનમાં હજારો સંખ્યા માં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share

Related posts

ફતેપુરા તાલુકાના વાંસીયાકુઈ તળ ગામ ફળિયામાં વર્ષોથી ચાલતી આંગણવાડી કેન્દ્રને અન્ય જગ્યાએ ખસેડવાનો પ્રયત્ન થતા સ્થાનિકોનો વિરોધ

gujaratjanekta

સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ દ્વારા મહામંડલેશ્વર પૂ.જગદીશદાસજી મહારાજને વૃક્ષોની ભેંટ આપી જન્મોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી.

gujaratjanekta

અચીવર પ્રિ સાયન્સ સ્કૂલ લીમડી ખાતે જિલ્લાનું પ્રથમ WAAH કોમ્યુનિટી સાયન્સ સેન્ટર શરૂ કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial