Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા માં શહીદ દિન નિમિત્તે મામલતદાર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું

ફતેપુરા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે વીર જવાનોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજે તા. ૩૦મી જાન્યુઆરી,૨૦૨૬ને શુક્રવારના રોજ શહીદ દિન નિમિત્તે સમગ્ર દેશ-રાજ્યની સાથે ફતેપુરા મામલતદાર કચેરી ખાતે સવારે ૧૧.૦૦ કલાકે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ફતેપુરા મામલતદાર કચેરી ના પટાંગણમાં ફતેપુરા મામલતદાર શ્રી વાઘેલા ની ઉપસ્થિતિમાં નાયબ મામલતદાર શ્રી ચૌધરી તેમજ જાતીય ભેદભાવ અત્યાચાર નિવારણ સમિતિ રેફરલ હોસ્પિટલ ફતેપુરા ના સભ્ય શબ્બીરભાઈ સુનેલવાલા તેમજ વહિવટી તંત્ર ના-કર્મચારીઓએ શહીદ વીરોની સ્મૃતિમાં તેમજ શહીદો પ્રત્યે ઋણ અદા કરવા શ્રદ્ધા અને સન્માનની ભાવનાથી બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.

Share

Related posts

ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

gujaratjanekta

સામાજિક આગેવાનોની હાજરીમાં ગ્રામજનો દ્વારા ઝાલોદ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી.

gujaratjanekta

જરોદ ખાતે મોતને ભેટનાર અર્જુનની હજારોની મેદની સાથે અંતિમયાત્રા નીકળી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial