Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ઘટક–૧ના તમામ આંગણવાડી કેન્દ્રોમાં સુપોષણ સંવાદની ઉજવણી

  • આજરોજ ઝાલોદ તાલુકાના ઘટક–૧ના તમામ આંગણવાડી કેન્દ્રોમાં સુપોષણ સંવાદ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન માતા અને બાળકના આરોગ્ય તથા પોષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
    આ પ્રસંગે પ્રથમ વખતની સગર્ભા બહેનોને વિશેષ પ્રોત્સાહનરૂપે શ્રીફળ, મગ અને ગોળ આપી ગોદ ભરાઈ વિધિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સગર્ભા માતાઓમાં પોષણ અંગે જાગૃતિ લાવવાનો અને સુપોષિત માતા દ્વારા સ્વસ્થ બાળકના જન્મને પ્રોત્સાહન આપવાનો હતો.કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકરો, સહાયિકાઓ તેમજ લાભાર્થી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 

Share

Related posts

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાપી-નર્મદા-સુરત જિલ્લામાં ₹ 2083 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે

gujaratjanekta

દાહોદ જિલ્લાના બાવકા ગામતળ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે બાળકોના માનસિક તંદુરસ્તી માટે જાગૃતતા કેળવાય તે હેતુથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગુજરાત સરકાર દ્વારા ‘સમર યોગ કૅમ્પ’નું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022 : કોંગ્રેસના મોરવા હડફ બેઠક પરના ઉમેદવાર સ્નેહલતા ખાંટે ફોર્મ ભર્યું

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial