Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા તાલુકામાંથી વિભાજન થઇ સુખસર તાલુકામાં સમાવેશ કરાયેલ બલૈયા ગામના નાગરિકો દ્વારા આવેદનપત્ર અપાયુ

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકામાંથી વિભાજન થઇ બલૈયા ગ્રામ પંચાયતના બલૈયા તથા ભાટ મુવાડી ગામનો સમાવેશ ફતેપુરા તાલુકામાં કરવા ગ્રામજનોની માંગણી ફતેપુરા તાલુકાનું વિભાજન થતાં નવીન સુખસર તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે.ત્યારે 46 જેટલા ગામડા ઓનો સુખસર તાલુકામાં સમાવેશ આવ્યો છે.તેમાં બલૈયા તથા ભાટ મુવાડી ગામને સુખસર તાલુકામાં સમાવેશ કરાતા બલૈયાના સ્થાનિક નાગરિકો દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપી બલૈયા તથા ભાટ મુવાડી ગામને ફતેપુરા તાલુકામાં જ રાખવા માંગણી કરવામાં આવી છે. જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાનું વિભાજન થતા નવીન સુખસર તાલુકો અસ્તિત્વમાં આવ્યો છે.ત્યારે બલૈયા ગ્રામ પંચાયતમાં આવતા બલૈયા,ભાટ મુવાડી,બાવાની હથોડ તથા બારીયાની હાથોડ પૈકી બાવાની હાથોડ તથા બારીયાની હથોડને ફતેપુરા તાલુકામાં રાખવામાં આવ્યા છે.જ્યારે બલૈયા તથા ભાટ મુવાડી ગામનો સુખસર તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે.ત્યારે બલૈયા તથા ભાટ મુવાડીના સ્થાનિક નાગરિકો દ્વારા ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું છે કે, બલૈયા ગામથી સુખસર જવા માટે બે ગાડી બદલવી પડતી હોય ગરીબ લોકોને નાણા અને સમયનો વ્યય થતાં મુશ્કેલી ઊભી થાય તેમ હોય બલૈયા તથા ભાટ મુવાડી ગામને ફતેપુરા તાલુકા માંજ રાખવામાં આવે તેવી કરવામાં આવી છે.જોકે બલૈયા તથા ભાટ મુવાડી ગામને ફતેપુરા તાલુકા માં રાખવા માંટે માંગણી સંતોષવામાં નહીં આવે તો આવનાર સમયમાં બલૈયા તથા ભાટ મુવાડી ગામના ગ્રામજનો ઉગ્ર આંદોલન કરશે તેમજ આવનાર ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારી હોવાનું જાણવા મળે છે.બલૈયા અને ભાટ મુવાડી નો ફતેપુરા તાલુકામાં સમાવેશ નહીં થાય તો આવનારા સમયમાં આવનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરીશું તથા ગાંધીજી માર્ગે ઉગ્ર આંદોલન કરીશું (આગેવાન દિલીપભાઈ દેવાભાઈ લબાના ગામ બલૈયા

Share

Related posts

૧૭ વર્ષની મનોદિવ્યાંગ પર પરિચિત શખ્સે આચર્યું દુષ્કર્મ: ગર્ભ રહી જતા પોલીસમાં નોંધાવી ફરિયાદ

gujaratjanekta

ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરાયું

gujaratjanekta

જીલ્લા ખેતીવાડી કચેરીના રોજમદારને નિવૃત્તિ પછીના લાભો આપવા ગુજરાત હાઇકોર્ટનો આખરી આદેશ : સરકારી વિભાગમાં ભૂકંપ સાથે પરિવારમાં આનંદ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial