Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ગુર્જર ભારતી દાહોદ અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદના પ્રમુખ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારાકાર્યક્ર્મનુ આયોજન કરવામાં આવ્યુ

ગુર્જર ભારતી દાહોદ , અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દાહોદના પ્રમુખ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ ના ચેરમેન શ્રી ગોપાલભાઈ પુંજાભાઈ ધાનકા ના પિતાશ્રી પરમધામવાસી પુંજાભાઈ હીરાભાઈ ધાનકાની ૨૫ મી પુણ્યતિથિ નિમિતે તારીખ ૦૧ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ કાર્યક્ર્મ નુ આયોજન શ્રી કૃષ્ણ પ્રણામી આર્ટસ કોલેજ દાહોદ ખાતે કરવામાં આવેલ.કાર્યક્ર્મ ની શરૂઆત માં સવારમાં ૧૦.૦૦ કલાકે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ જેમા ધાનકા પરિવાર ના સભ્યો તથા સંસ્થા ના કર્મચારીઓ રક્ત દાન કરવામાં આવ્યુત્યાર બાદ બપોરના ૦૨.૦૦ કલાકે બ્રાઇટ પ્રાઇમરીસ્કુલનીબાળાઓએ પ્રાર્થના રજુ કરી હતી. ધામવાસી પુંજાભાઈ હીરાભાઈ ધાનકાની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી અને દિપ પ્રગટાવીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.તારીખ ૨૮ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મનુ પ્રારંભીક જ્ઞાન મળી રહે તે શુભહેતુ થી વર્ષ ૦૮ થી વર્ષ ૧૪ સુધીના બાળકોની એક પ્રશ્નાવલીની સ્પર્ધા યોજવામાં આવી હતી જેમાં ઉત્તીર્ણ થનાર બાળકો અનુક્રમે પ્રથમ,દ્ધિવતિય, અને તૃત્તિય આવેલ બાળકો ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ પરીક્ષામાં ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવ્યા હતા
આ પ્રસંગે સમાજના ૧૦ વર્ષ ની અંદર તબીબી સેત્ર માં એમ.બી.બી.એસ. પાસ કરેલ તેમજ જી.પી.એસ.સી.પાસ કરી ને વર્ગ ૦૨ ની નોકરી મેળવનાર નું તથા આઇ.આઈ.ટી પાસ કરનાર ને તથા ઉચ્ચ અભાયસ મેળવી ને (પી.એચ.ડી) ડોકટર ને પણ શીલ્ડ આપી બહુમાન કરવામાં આવ્યું હતું અને છેલ્લે સમાજના ૭૫ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતા વડીલોનું સાલ અને પુષ્પગુચ્છ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ તમામ વડીલોના યાદગીરી રૂપે ફોટોસેશન લઈ અને આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન મુકેશરાજ સોલંકી એ કર્યું હતું અને આભાર વિધી શ્રી કાળીદાસભાઈ ધાનકા એ કરી હતી કાર્યક્રમ પછી નિમંત્રિત સૌ વડીલો બાળકો તેમજ સગા સંબંધીઓનું ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં સર્વે લોકોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.

Share

Related posts

ગાંધીનગર / PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલા કમલમમાં મહત્વની બેઠક, તમામ ધારાસભ્ય -સાંસદોને હાજર રહેવા સૂચન

gujaratjanekta

દાહોદના ડાન્સ કલાકારને બેસ્ટ ડાન્સ ટીચર થી સન્માન કરાયાં

gujaratjanekta

રાજ્ય ચૂંટણી કમિશન અધ્યક્ષ સ્થાને વિડિઓ કોન્ફરન્સ યોજાઈ.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial