“માંડવીમાં સ્વાસ્થ્યપ્રદ રસોઈ સ્પર્ધા નું આયોજન કરાયું “
÷ એક થી ત્રણ નંબર આવેલ સ્પર્ધકો જિલ્લા કક્ષાએ પોતાના હાથોની કળા અજમાવશે.
માંડવી ની વાલ્મિકી પ્રાથમિક શાળા મધ્યે પીએમ પોષણ યોજના અંતર્ગત કુકિંગ સ્પર્ધા નું તાલુકા કક્ષાનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ આરોગ્યલક્ષ્યી વાનગીઓ બનાવવામાં આવી હતી.
સ્વાસ્થ્યપ્રદ કુકિંગ સ્પર્ધામાં કુલ નવ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો જેમાં વેજ પુલાવ, સુખડી ,હેલ્ધી બાઈટ, રાગીનું સુપ, જુવાર બાજરીના રોટલા ,મોમોસ ,દાળ ઢોકળી ,જેવી વિવિધ વાનગીઓ બનાવવામાં આવેલ હતી જેમાં પ્રથમ વિજેતા ઝાલા ચંદ્રિકાબેન ને 5000/રુપીયા દ્વિતીય વિજેતા ભટ્ટ કાજલબેન ને 4000/ રુપીયા અને તૃતીય વિજેતા મહેતા રૂપાબેનને રુપીયા 3,000/ ના પુરસ્કારીત કરાયા હતા. સાથે નંબર એક થી નવના વિજેતાઓને પ્રમાણપત્ર આપી ઉત્સાહ વધારાયો હતો .
મામલતદાર કચેરી દ્વારા આયોજિત આ રસોઈ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મામલતદાર પ્રધુમ્નસિંહ જેઠવા, બીઆરસીના મેહુલભાઈ શાહ એમડીએમના નાયબ મામલતદાર વિજયભાઈ ગઢવી સીડીપીઓ નયનાબેન ઝાલા icds ના પ્રજ્ઞાબેન સંઘવી, આચાર્ય સ્નેહલબેન પટેલ એમડીએમના નિલાબેન પ્રજાપતિ, દમયંતીબેન લાંભા હાજર રહ્યા હતા..

