Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ 130 વિધાનસભામાં SIR અભિયાન શરૂ: BLO દ્વારા ઘરે ઘરે જઈ મતદારોના દસ્તાવેજોની ચકાસણી

ઝાલોદ 130 વિધાનસભા ક્ષેત્રમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાનનો પ્રારંભ થયો છે. આ અંતર્ગત મતદારોની માહિતીની પુનઃચકાસણીનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે. ઝાલોદ પ્રાંત અધિકારી એ.કે. ભાટિયાના માર્ગદર્શન હેઠળ, બૂથ લેવલ ઓફિસર (BLO) ટીમો ઘરે ઘરે જઈને દરેક મતદારના દસ્તાવેજોની તપાસ કરી રહી છેઆ અભિયાનના ભાગરૂપે, BLO દ્વારા મતદારોના ઘરે જઈને વર્તમાન મતદાર યાદી મુજબની જરૂરી માહિતીની ચકાસણી કરવામાં આવી રહી છે. 27 ઓક્ટોબર સુધીમાં દરેક મતદાર માટે યુનિક એન્યુમરેશન ફોર્મ (EFS) પ્રિન્ટ કરવામાં આવશે, જેમાં મતદાર યાદીની વર્તમાન વિગતો સામેલ હશે. BLO દ્વારા દરેક મતદારના ઘરે ઓછામાં ઓછી ત્રણ વખત મુલાકાત લેવામાં આવશે.BLO ગણતરી ફોર્મનું વિતરણ કરશે અને 2002-2004ના અગાઉના SIR અભિયાન દરમિયાન તૈયાર કરાયેલા ડેટાના આધારે મતદારો અને તેમના સંબંધીઓના નામોને મેચ/લિંક કરવામાં મદદ કરશે. આ પ્રક્રિયા માટે BLO ને ECI ના ઓલ ઇન્ડિયા ડેટાબેઝ (voters.eci.gov.in) ની ઍક્સેસ પૂરી પાડવામાં આવી છે. અભિયાન દરમિયાન, નવા મતદારોના સમાવેશ માટે ફોર્મ-06 અને જરૂરી ઘોષણાપત્ર એકત્રિત કરવામાં આવશે. મતદારોને EF ફોર્મ ભરવામાં માર્ગદર્શન આપવાની અને તેને એકત્રિત કરીને ERO/AERO ને સબમિટ કરવાની જવાબદારી પણ BLO ની રહેશે. આ ઉપરાંત, મૃત્યુ પામેલા, કાયમી સ્થળાંતરિત થયેલા અને એકથી વધુ સ્થળે નામ ધરાવતા મતદારોની પણ ઓળખ કરવામાં આવશે. સમગ્ર કામગીરીને સુચારુ બનાવવા માટે પ્રાંત કચેરી ખાતે સેક્ટર ઓફિસરો, નોડલ ઓફિસરો અને સહાયકોની હાજરીમાં એક માર્ગદર્શન બેઠક યોજાઈ હતી. BLO દ્વારા દસ્તાવેજો એકત્રિત કરવા માટે કુલ 11 કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં નોડલ ઓફિસરોની નિમણૂક સાથે ઓનલાઈન એન્ટ્રીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. SIR અભિયાનને સફળ બનાવવા માટે BLO ની ટીમ દ્વારા સતત અને વ્યવસ્થિત કામગીરી કરવામાં આવી રહી છે.

Share

Related posts

મહીસાગર જીલ્લામાં મનરેગાના કરાર આધારિત કર્મચારીઓએ DRDA ને કેમ આપ્યું આવેદન પત્ર ? – જાણો વધુ

gujaratjanekta

ગોધરા એલ.સી.બી પોલીસે હાલોલ બસ સ્ટેન્ડ પાસે થી ચોરી ની મોટર સાયકલ સાથે એક ઈસમ ને દબોચ્યો

gujaratjanekta

વડોદરા – જમીન માલિકની બેદરકારીના કારણે 3 વર્ષની બાળકી 10 ફુટના ખાડામાં પડી જતા મોતને ભેટી, પોલીસે જવાબદાર સામે કરી કાર્યવાહી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial