પંકજ પંડિત
આજરોજ ઝાલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર રવિ ગામીત સાહેબ તથા ગામ આગેવાન મુકેશભાઈ ડામોરની ઉપસ્થિતિમાં મઘાનિસર ગામ ખાતે સુરક્ષા જાગૃતિ તથા સામાજિક સુધારણા અંગે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાનું ફરજીયાત પાલન કરવાની મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ સમજાવ્યું કે હેલ્મેટ જીવનરક્ષક સાધન છે અને અકસ્માત દરમિયાન માથાની ઈજાથી બચાવવા માટે તેનો ઉપયોગ અનિવાર્ય છે.તે ઉપરાંત અંધશ્રદ્ધા નિવારણ અને બાળ લગ્ન પ્રતિબંધ જેવા ગંભીર સામાજિક મુદ્દાઓ પર પણ વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું. અધિકારીઓએ ગ્રામજનોએ સમાજમાં પ્રગતિ માટે વિજ્ઞાન આધારિત વિચારસરણી અપનાવવાની અપીલ કરી અને બાળલગ્ન જેવી કુરિતીઓને સંપૂર્ણ રીતે બંધ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.અંતે ગામના આગેવાનો તથા હાજર ગ્રામજનોએ હેલ્મેટનો ઉપયોગ, અંધશ્રદ્ધા સામે લડત અને બાળલગ્નનો વિરોધ કરવા માટે પ્રતિજ્ઞા લીધી.આ કાર્યક્રમથી ગામમાં સુરક્ષા જાગૃતિ અને સામાજિક સુધારણા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરાયું હોવાનું જણાઈ આવ્યું.

