Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ધાવડીયા ચેક પોસ્ટ પર દિલ્હી બ્લાસ્ટને લઈ પોલીસ એલર્ટ મોડ પર સધન ચેકીંગ હાથ ધરાઈ

 

પંકજ પંડિત

ઝાલોદ ગેસ્ટ હાઉસો પર ચેકીંગ, બસ સ્ટેશન વિસ્તારમાં ચેકીંગ તેમજ રાત્રી દરમ્યાન શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરાઈનવી દિલ્હી લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં થયેલા ભયાનક વિસ્ફોટની ઘટના થી આખા દેશમાં ખળભળાટ મચી ગયેલ છે. દેશવ્યાપી એલર્ટના પગલે દાહોદ જિલ્લા પોલીસ પણ એલર્ટ મોડ પર જોવા મળેલ હતી.દાહોદ જિલ્લા પોલીસના ઝાલોદ ડિવિઝનના ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ દ્વારા પી.આઈ તેમજ પી.એસ.આઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફ સાથે રાખી મધ્યપ્રદેશની ચાકલીયા તેમજ રાજસ્થાનની ધાવડીયા ચેક પોસ્ટ પર સધન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા હોટલ ઢાબા, ગેસ્ટ હાઉસ, બસ સ્ટેશન, મંદિર વિસ્તારોમાં અગત્યની ચોકડીઓ પર આવતા જતા વાહનો પર ચેકીંગ હાથ ધરી આઈ કાર્ડ પણ ચેક કરવામાં આવી રહેલ હતા તેમજ ક્યાંથી આવી રહેલ છે ,ક્યાં જાય છે જેવા પ્રશ્નો પણ પૂછવામાં આવી રહેલ હતા. પોલીસ દ્વારા હાલ દરેક વિસ્તારોમાં શંકાસ્પદ લાગતા વ્યક્તિઓ પર સતત નજર રાખી તેઓ પાસે રહેણાંકના દસ્તાવેજી પુરાવાઓ અને તેઓની ગતિવિધિઓ પર સતત નજર રાખી રહેલ છે.ઝાલોદ પોલીસ દ્વારા રાત્રી દરમ્યાન ઝિણવટભરી તપાસ આદરી હતી તેને લઈ નગરજનો એ પણ દિલ્હી બ્લાસ્ટને લઈ પોલીસની કામગીરીને બિરદાવી હતી. તેમજ દિલ્હી બ્લાસ્ટ કરનાર આરોપીઓને ઝડપી થી પકડી પાડી મૃતક થયેલ ન્યાય મળે તેવી પણ માંગ કરવામાં આવી રહેલ છે.

Share

Related posts

ઝાલોદ તાલુકામા ચાલતું કોરિડોરનુ કામ ખેડૂતો દ્વારા બંધ કરાવાતા વહીવટી તંત્ર દોડી આવ્યું : 5 ડિસેમ્બરે અસરગ્રસ્તોને તમામ માંગણી અંગે જવાબ આપવાનુ વહીવટી તંત્ર દ્વારા બાંહેધરી

gujaratjanekta

ફતેપુરાના નગરજનોએ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખંડ જ્યોતિ કળશ નો લાભ મેળવ્યો

gujaratjanekta

ગુજરાત રાજ્યને વધુ નવા 17 તાલુકા મળશે : જુઓ લિસ્ટ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial