Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કન્યા શાળાના નવીન બાંધકામમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી : બાલવાટિકા જતા બાળકોનુ જીવ જોખમમાં

 

પંકજ પંડિત

ઝાલોદ જુની મામલતદાર કચેરી રોડ ઉપર કન્યાશાળા સ્કૂલ નું નવીન બાંધકામ ચાલી રહેલ છે. આ નવીન બની રહેલ કન્યાશાળા ને ફરતે જર્જરીત અવસ્થામાં કોટ આવેલ છે જે ગમે ત્યારે પડી જાય તેવી અવસ્થામા છે અને આ જર્જરીત કોટ બાલવાટિકા પાસે આવેલ માર્ગ પર જ આવેલ છે. બાલવાટિકા શરૂ થવાના ગણતરીના કલાકો છે અને નાના નાના બાળકોનો અવરજવર આ માર્ગ પર થનાર છે સ્થાનિકો નું કહેવું છે આ જર્જરીત કોટ ગમે ત્યારે પડી જાય તેવી અવસ્થામાં છે આ માગે પર નાના નાના બાળકો જતા હોય ત્યારે જો અચાનક આ કોટ કોઈ કારણસર પડી જાય અને બાળકોને કોઈ હાનિ પહોંચે તો તેના માટે જવાબદાર કોણ તેઓ વેધક સવાલો સ્થાનિકોમા ઉદ્ભવી રહેલ છે.
સ્થાનિકોનુ કહેવું છે આ બાલવાટિકા જતા માર્ગ પર કોન્ટ્રાક્ટર દ્વારા બાંધકામને લાગતો સમાન પણ નાખવામાં આવે છે તેને લઈ પણ બાળકોનુ જીવ જોખમાય શકે તેમ છે. આ માર્ગ પર કોન્ટ્રાક્ટર દ્વારા સ્કૂલ બાંધકામનો સમાન નાખતા હોવાથી આ માર્ગની ગટર લાઈનોને પણ નુકશાન થયેલ છે અને ગંદુ પાણી રસ્તા પર રેલાવા લાગ્યું છે આ ગંદા પાણીનો યોગ્ય નિકાલ ન હોવાને લઈ કોઈ ગંભીર બીમારીઓ માથું ઊંચકે તો તેનો જવાબદાર કોણ….હાલ સ્થાનિકોના મંતવ્ય મુજબ આ જર્જરીત કોટ હટાવી દેવામાં આવે, સ્કૂલ બાંધકામનો સમાન બાલવાટિકાના માર્ગ પર ઠાલવવામા ન આવે તેમજ ગટર લાઈન માથી જે પાણી બહાર રેલાય છે તેનો યોગ્ય રસ્તો કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહેલ છે. જો સ્કૂલ કોન્ટ્રાક્ટર પોતાની બેદરકારી ચાલુ રાખી કામકાજ કરશે અને જો કોઈ પણ અનિચ્છનીય ઘટના આ માર્ગ પર બનશે તેની તમામ જવાબદારી આ સ્કૂલ કોન્ટ્રાક્ટરની રહેશે તેવું સ્થાનિકોનુ કહેવું છે.

Share

Related posts

ફતેપુરા તાલુકાના સુખસરમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ કતલખાને જતા દશ અબોલ પશુને બચાવ્યા

gujaratjanekta

ઝાલોદ ડોક્ટર એસોસિએશન દ્વારા કલકત્તામાં બનેલ દુખદ ઘટના અંગે વિરોધ દર્શાવવામાં આવ્યો

gujaratjanekta

દાહોદ જિલ્લા સેવા સદન ખાતેના મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial