Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયા ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાના મંત્રીપદના પદભાર સમારંભમાં ઉપસ્થિત રહ્યા

પંકજ પંડિત

દાહોદ જિલ્લા માથી ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાને ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવેલ છે. આજરોજ દાહોદ જિલ્લાના મંત્રી રમેશ કટારા દ્વારા વિધિવત રીતે પોતાના કાર્યાલયનો ચાર્જ ગાંધીનગર ખાતે સાંભળ્યો હતો. આજના પ્રસંગને યાદગાર બનાવવા તેમજ શુભેચ્છાઓ આપવા દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર, ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયા , દાહોદ જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ, પરિવાર જનો ઉપસ્થિત રહેલ હતા.વિધિવત કાર્યાલયના શુભારંભ પ્રસંગે ધાર્મિક પૂજા-અર્ચન કરવામા આવી હતી અને શુભ મુહૂર્તમા કાર્યાલયમા પદભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે દાહોદ જિલ્લા ભાજપના નેતાઓ ઉપરાંત ગુજરાત રાજ્ય ભાજપના નેતાઓ ઉપસ્થિત રહેલ હતા. ઉપસ્થિત સહુ લોકોએ મંત્રી શ્રી નું પુષ્પ ગુચ્છ થી સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.

Share

Related posts

ફતેપુરા મામલતદાર એનએસ વસાવા ની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો

gujaratjanekta

ઝાલોદ પોલીસની બાજ નજર હેઠળ આઈસર ગાડીમાં ચોરખાનું બનાવી વિદેશી દારૂ લઈ જતા વ્યક્તિને પોલિસે ઝડપી પાડયો

gujaratjanekta

ઝાલોદ તાલુકાના ખરવાણી ગામે ધારાસભ્ય મહેશ ભૂરિયાને હસ્તે નવીન રસ્તા અને સ્કૂલના નવીન ઓરડાનું ભૂમિપૂજન કરાયું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial