Gujarat Jan Ekta
તાજા સમાચાર
general news Other ગુજરાત ન્યૂઝ જાણવા જેવુ ટોપ ન્યૂઝ

“માંડવી ઘારાસભ્ય એ સ્વદેશી લાકડાથી બનતાં જહાજની મુલાકાત લીઘી”

એક સમયે કચ્છ જિલ્લાના માંડવી બંદરે 84 દેશના બંદરના વાવટા ફરકતા હતા. માંડવી બંદર પર હજારો ટન માલની આયાત-નિકાસ આ વહાણવટું ઉદ્યોગ મારફતે થતી હતી. જેના લીધે માંડવીના લોકોને રોજી-રોટી મળી રહેતી હતી. પરંતુ સમયના કાળક્રમે હવે પડી ભાંગેલું વહાણવટું પાછું બેઠું થાય તેવી આશાઓ બંધાઈ છે.

માંડવી દરિયા કિનારે લાકડાના વહાણ બનાવવાનો ઉદ્યોગ 400 વર્ષથી પણ વધારે જૂનું હોવાનું મનાય છે આ ઉદ્યોગ હાલે બેઠુ થઈ રહ્યું હોય તેવું દેખાય છે આત્મ નિર્ભર ભારત ના નિર્માણમાં આ ઉદ્યોગ ભાગ ભજવશે તેવું માંડવી ના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે એ આશા વ્યક્ત કરી છે.

માંડવી બંદર ખાતે નિર્માણ પામેલા અલ ઉમર જહાજ ની મુલાકાત માંડવી ધારાસભ્ય લીધી હતી લાકડા થી નિર્માણ પામેલું આ જહાજ 1800 થી વધુ ટનની ક્ષમતા નું પરિવહન કરી શકે છે ત્યારે આ જહાજ નું નિર્માણ કરાવનારા આગરીયા પરિવારને અભિનંદન આપ્યા હતા અને માંડવીના દરિયા કિનારે ઉદ્યોગ સાહસિકોને આવવા આવકાર આપ્યો હતો અને સરકાર તરફથી પૂરતી મદદ મળશે તેવું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે જણાવ્યું હતું..

Share

Related posts

ફતેપુરા તાલુકાની મોડેલ સ્કૂલ વાંગડ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા બાળકોને અપાયું આરોગ્ય શિક્ષણ

gujaratjanekta

બ્રાહ્મણ સમાજ ની દીકરી ડોક્ટર વૈશાલી જોશીને ન્યાય અપાવવા માટે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને અન્ય સંગઠનોની હાકલ

gujaratjanekta

લિટલ માસ્ટર ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ લીમડી ખાતે ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial