Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News ટોપ ન્યૂઝ

‘શક્તિ’એ લીધો યુટર્ન! વાવાઝોડું તો ગુજરાત તરફ આવી રહ્યું છે, દ્વારકાથી બસ આટલા જ કિમી દૂર

શક્તિ ચક્રવાત ઓમાન નજીક અરબ સાગરમાં સક્રિય છે. હાલ દ્વારકાથી 770 કિમી દૂર ચક્રવાત છે. આજે ચક્રવાત ગુજરાત તરફની દિશા પકડે એવી સંભાવનાઓ છે. મંગળવારે વાવાઝોડું દરિયામાં નબળું પડશે. સૌરાષ્ટ્રભરના બંદરો પર ત્રણ નંબરનું સિગ્નલ યથાવત છે. વાવાઝોડાને લઈ જામનગરનું વહીવટી પ્રશાસન સાબદું છે. જામનગરમાં અડધો અને જોડિયામાં એક ઈંચ વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં 50 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાશે.

પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ અને જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ ચેતવણી પશ્ચિમી વિક્ષેપને કારણે છે જે 7 ઓક્ટોબર સુધી સક્રિય રહેશે. પંજાબ-હરિયાણામાં ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ હવામાન વિભાગે બિહાર સહિત પૂર્વી ભારતના રાજ્યોમાં વરસાદની ચેતવણી જારી કરી છે. દરમિયાન, અરબી સમુદ્રમાં ચક્રવાતી તોફાન ‘શક્તિ’ નબળુ પડવા લાગ્યું છે.

ગુજરાતમાં વાવાઝોડાની અસર 8-9 ઓક્ટોબરે જોવા મળશે અને દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જામનગર, પોરબંદર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Share

Related posts

દાહોદ તાલુકાના વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો હડતાળ પર કમિશન વધારો, બાયોમેટ્રિક પરિપત્ર રદ સહિતની માંગો સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.

gujaratjanekta

ફતેપુરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

gujaratjanekta

વિશ્વ રક્તદાતા દિવસ ના ઉપ્લક્ષમાં રક્તદાન કરવા માટે મોટીવેશન કાર્યક્રમ યોજાયો..

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial