પંકજ પંડિત
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે અમદાવાદ નિકોલના 52 વર્ષીય ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની વરણી કરવામાં આવેલ છે. ઓલસી સમાજ માંથી આવતા પંચાલ સમાજના કદાવર નેતા જગદીશ વિશ્વકર્માને ભાજપ પ્રદેશ પ્રમુખનો તાજ આપવામાં આવતા ઝાલોદ પંચાલ સમાજમાં ખુશી વ્યાપી ગયેલ જોવા મળેલ હતી. જગદીશ વિશ્વકર્મા પાસે બહોળો રાજકીય અનુભવ સાથે મજબૂત તેમજ પ્રતિભાશાળી ભાજપના નેતા તરીકે તેઓની ગણના થાય છે. રાજકીય કારકિર્દી રીતે તેઓ સંગઠન સાથે લાંબા સમયથી કાર્યરત છે તેથી તેમની પકડ સંગઠનમાં મજબૂત છે. તેઓ એક શિક્ષિત અને સંગઠાત્મક રીતે સરકારમાં બહોળા અનુભવ સાથેના પરિપક્વ નેતા તરીકેની ગણના થાય છે.
ઝાલોદ પંચાલ સમાજ દ્વારા ગુજરાત રાજ્ય ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની વરણી થતાં વિશ્વકર્મા મંદિર ખાતે પૂજા આરતી કરી ભાજપના નિર્ણયને આવકાર્યો હતો. પ્રથમ વખત ભાજપના પ્રમુખ તરીકે ઓબીસી સમાજ માથી આવતા પંચાલ સમાજના નેતાની વરણી કરવામાં આવતા વિશ્વકર્મા મંદિર ખાતે સમાજના આગેવાનો દ્વારા ભવ્યાતિભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. તેમજ વિશ્વકર્મા ભગવાનની જય જયકાર કરી ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ બની રહી ભાજપ પાર્ટીને વધુ મજબૂત બનાવી આગળ લઈ જાય તેવી શુભકામનાઓ સાથે ભાજપની નવી જવાબદારી માટે ઉપસ્થિત પંચાલ સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

