પંકજ પંડિત
ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય મહેશ ભૂરીયા દ્વારા ગુજરાત રાજ્ય ભાજપના નવીન પ્રદેશ પ્રમુખ તરીકે ઓબીસી સમાજ માંથી આવતા જગદીશ વિશ્વકર્માની વરણી થતાં પંચમહાલ ડિસ્ટ્રીક્ટ કો.ઓ.બેંક લીમડી શાખા તેમજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઝાલોદના સંયુક્ત ઉપક્રમે રાખવામાં આવેલ ઉજવણીમા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. ઝાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય તરીકે ભાજપના સંગઠન ક્ષેત્રને વધુ મજબૂત બનાવી સંગઠનમા ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ પૂર્વ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પટેલ તેમજ તમામ ભાજપના રાજકીય નેતાઓનો આભાર માની જગદીશ વિશ્વકર્માને આવનાર દિવસોમા ભાજપ પાર્ટીને નવી ઉંચાઈએ લઈ જાય તે માટે તેઓને શુભેચ્છાઓ આપવામાં આવી હતી. લીમડી નગરમાં નવા પ્રદેશ પ્રમુખની ઉજવણી પ્રસંગે મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહેલ હતા. ફટાકડાની ભવ્ય આતશબાજી સાથે મીઠાઈ ખવડાવી ઉજવણી કરવામાં આવી હતી.

