:- ગિરો તથા ખરખરાજાત પેટે કેટલી રકમ ચૂકવવાપાત્ર છે તે રજૂ કરવા હુકમ
માંડવી:-
માંડવી તાલુકાના મોટા આસંબિયા ગામની ગિરો મિલકત છોડાવવાનો દાવો માંડવી કોર્ટ દ્વારા મંજૂર કરતો હુકમ કર્યો હતો.
આ કેસની વિગતો અનુસાર માંડવી તલુકાના મોટા આસંબિયા ગામે બેડિયો નામનું ખેતર સ્વ.વેરસલજી ઉર્ફે વેશુભા અભેસંગ જાડેજાએ જે તે સમયે તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી આસંબિયાના સ્વ.શા કુંવરજી વીજપાર પાસે ગિરો રાખેલી હતી.
જે ઠામ ગિરો મિલકત હોવાથી તેને ગિરોમુક્ત સ્વ.વેરસલજી ઉર્ફે વેશુભા અભેસંગ જાડેજાના વારસદાર પ્રદ્યુમ્નસિંહ લાખુભા જાડેજાએ સ્વ.શા કુંવરજી વીજપારના વારસો શાહ નવીનચંદ્ર મગનલાલ સહિતનાઓ સામે માંડવીની સિવિલ કોર્ટમાં ગિરો-વિટાંતર મુક્ત કરવાનો દાવો કર્યો હતો. જે દાવો કોર્ટમાં ચાલી જતાં પ્રદ્યુમ્નસિંહ લાખુભા જાડેજાએ રજૂ કરેલા આધાર-પુરાવા અને વકીલ અરવિંદસિંહ રામસંગજી જાડેજા દ્વારા સામાપક્ષની કરવામાં આવેલી વિગત વાર ઉલટ તપાસમાં દાવો ઠામ ગિરો હોવાનું સાબિત થતાં પ્રિન્સિપાલ સિવિલ જજ સ્વાતિ ખત્રી દ્વારા ગિરો વિટાંતરનો દાવો મંજૂર કરાયો હતો. આ દાવા ઠામ અંગે પ્રાથમિક હુકમનામું કરવાનો હુકમ કર્યો છે.
આ ઉપરાંત દાવાવાળા ઠામ અંતર્ગત રોકાતી ગિરોની રકમ અને ખરખરાજાત પેટે કેટલી રકમ સામાપક્ષને ચૂકવવાપાત્ર બને છે. તે બંને પક્ષકારોએ અદાલત સમક્ષ પુરાવો રજૂ કરવા કોર્ટ દ્વારા હુકમ કરાયો હતો. માંડવીના જાણીતા વકીલ અરવિંદસિંહ જાડેજાએ હાજર રહીને દલીલો કરી હતી.

