Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ભાજપ પરિવાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મ દિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરાયું

ઝાલોદ ભાજપ પરિવાર દ્વારાઆંગણવાડીઓમાં કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યુંવિવિધ મંદિરોમાં મહાઆરતી યોજાઈભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે ઝાલોદ શહેર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા વિવિધ સેવાકીય, સામાજિક તેમજ મંદિરોમાં આરતી કરી ભગવાન પાસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા આયુષ્યની કામના કરતા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોમાં શહેરના અનેક અગ્રણીઓ,ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા.આ ઉજવણીના ભાગરૂપે ઝાલોદ ભાજપ દ્વારા ભાવપુરા, ઢાઢીયા, બીયામાળી અને ડબગરવાસ વિસ્તારની આંગણવાડીઓમાં કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આંગણવાડીના તમામ બાળકોને ફ્રુટ પણ આપવામાં આવ્યા હ તા.ઝાલોદની તાલુકા કુમાર શાળા અને ઉર્દુ સ્કૂલના કુલ ૪૦૦ જેટલા બાળકોને બિસ્કિટના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પી.ટી.સી.કોલેજ ખાતે સ્વચ્છતા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.વડાપ્રધાનના દીર્ઘાયુષ્ય, સુખ-શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે માંડલેશ્વર મહાદેવ મંદિર અને સાઈ મંદિર ખાતે સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હ તા.પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.આ કાર્યક્રમોમાં ઝાલોદ શહેર ભાજપ પ્રમુખ મયુર પંચાલ, ઝાલોદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, નગરપાલિકાના સ ભ્યશ્રીઓ, સંગઠનના પ્રમુખ, મહામંત્રી અને અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીએ વ ડાપ્રધાનના જન્મદિવસને એક સેવાકીય અને પ્રેરક અવસરમાં ૫ રિવર્તિત કર્યો હતો.

Share

Related posts

ઝાલોદ આંગણવાડી વર્કર કિશોરીઓની બહેનો દ્વારા પોલિસ સ્ટેશનની મુલાકાત કરવામાં આવી

gujaratjanekta

નોંધપાત્ર કામગીરી: 108માં જોડિયા બાળકોની સફળ ડીલીવરી થઈ, 108 સેવા ફરી એકવાર જીવનરક્ષક સાબિત થઈ

Admin

વડોદરા શહેરમાં કોફી શોપ, હોટેલ, કાફે, રેસ્ટોરન્ટ વગેરે જગ્યાએ કપલ બોકસ બનાવવા પર પ્રતિબંધ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial