Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

અંબાજી તીર્થધામ ખાતે પ્રકૃતિ સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ રૂપે પ્રકૃતિ મિત્ર એવોર્ડ વિતરણ સમારોહમા બારીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના પંચાલ રાજેશકુમાર સુંદરલાલને એવોર્ડ આપવામાં આવ્યો

પંકજ પંડિત

અંબાજી ખાતે યોજાયો .ગાયત્રી શક્તિપીઠ, તીર્થધામ અંબાજી તીર્થધામ ખાતે પ્રકૃતિ સંવર્ધન પ્રત્યે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ રૂપે પ્રકૃતિ મિત્ર એવોર્ડ વિતરણ સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનું આયોજન કે.ટી પરિવાર ખેડબ્રહ્મા, તથા રિહેજ એચ મહેતા વિદ્યાલય, ગાયત્રી શક્તિપીઠના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રજુ કરાયેલા પ્રાર્થના ગાનથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકો દ્વારા આદિવાસી લોક નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી હાજર રહેલા 185 થી વધુ શિક્ષકો સીઆરસી ,બીઆરસી તેમજ અન્ય ક્ષેત્રમાંથી પધારેલ અધિકારીઓ તેમજ પર્યાવરણ ક્ષેત્રે સેવા આપતા પ્રતિષ્ઠિત વ્યક્તિઓને આ પ્રસંગે ‘ પ્રકૃતિ મિત્ર એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં બારીયા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના પંચાલ રાજેશકુમાર સુંદરલાલ ને પણ આ એવોર્ડ થી નવાજવામાં આવતા સમગ્ર પ્રેક્ષાગૃહ તાલીઓના ગડ ગડાટ થી ગુંજી ઉઠ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલ બનાસકાંઠાના ધારાસભ્ય સાહેબ શ્રી એપોતાના સંબોધનમાં જણાવ્યું કે “પર્યાવરણ અને પ્રકૃતિનું રક્ષણ” આજના યુગની સૌથી મોટી જરૂરિયાત છે. આવી પ્રવૃત્તિઓ સમાજને સાચી દિશામાં પ્રેરણા આપે છે.કાર્યક્રમ દરમિયાન આરોગ્ય અને જીવનશૈલી સંબંધી અગત્યની માહિતી આપવામાં આવી હતી.
ઉપસ્થિત સૌએ આવનારા સમયમાં પર્યાવરણ માટે વધુ કાર્ય કરવાના સંકલ્પ સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો

Share

Related posts

રોટરી ક્લબ ડાયમંડ દાહોદના સહયોગથી MG મોટર પ્રા.લી.હાલોલ દ્વારા માત્ર મહિલાઓ માટે ભરતી મેળો યોજાશે

gujaratjanekta

માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા આંતરિક રસ્તાઓ ઉપર પેચવર્ક કરાયું

gujaratjanekta

તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી  ડૉ કુબેરભાઇ ડિંડોર ના અધ્યક્ષ સ્થાને યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial