Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

વિદ્યાર્થી સમિતિ દ્વારા વિદાય સમારંભ યોજાયો

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર એન્ડ એલ પંડ્યા હાઇસ્કુલ શ્રીમતી એસ એમ કુંડાવાલા હાયર સેકન્ડરી સ્કૂલ દાહોદ દ્વારા સત્રાંતે નિવૃત્ત થતા સુપરવાઇઝર શ્રી એમ.કે. ફળદુ સાહેબનો વિદાય સમારોહ વિદ્યાર્થી સમિતિ દ્વારા તારીખ:11/9/2025, સવારે 10:00 કલાકે દાદરવાલા સભાગૃહમાં શાળાના ભૌતિકશાસ્ત્રના નિવૃત્ત શિક્ષકશ્રી જે.વી.સીંગસાહેબના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવ્યો હતો.સમારોહની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં કરવામાં આવી હતી.ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો.શાબ્દિક સ્વાગત પ્રવચન શાળાના આચાર્યા શ્રીમતી એન.એન.પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી સમિતિ દ્વારા મહેમાનો નું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાથીઓ દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. શાળા પરિવાર માંથી શ્રી ઉમંગ દરજી અને શ્રીમતી એચ.સી.કિશોરી દ્વારા પ્રતિભાવ આપવામાં આવ્યો હતો.પ્રસંગને અનુરૂપ અધ્યક્ષશ્રી દ્વારા ઉદબોધન કરવામાં આવ્યુ હતું.આભાર વિધિ શાળાના સિનિયર શિક્ષક શ્રી કે.ડી. લીમ્બાચીયા દ્વારા કરવામાં આવી હતી, જેમાં જણાવ્યું તેમણે 35 વર્ષ અને6 મહિનાની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન શિક્ષક,સુપરવાઇઝર, અને ઇન્ચાર્જ આચાર્ય તેમજ પરીક્ષક,મોડરેટર અને કોર્ડીનેટરની ખૂબ જ અગત્યની ભૂમિકાઓ ભજવી છે .જેના માટે મહેમાન શ્રી શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી દ્વારા પોતાના સ્થાન પર ઊભા થઈ તાળીઓના દ્વારા સન્માન આપવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાની એલ. આર.કુમારી આરાધના બામણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.પી.ટી.એ. અને એમ.ટી.એ.ના હોદ્દેદાર શ્રીઓ દ્વારા પણ શ્રી એમ કે ફળદુ સાહેબ નું સન્માન કરવામાં આવ્યું હતું.

Share

Related posts

સેવા પખવાડિયા કાર્યક્રમ અંતર્ગત સુખસરમાં કુપોષિત બાળકોને પોષણ કીટ નું વિતરણધારાસભ્ય રમેશભાઈ કટારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

gujaratjanekta

સરકારી સિવિલ હોસ્પિટલમાં પ્રેમલીલા કરતો મિતુલ પટેલ નામનો કર્મચારી : પ્રેમીપંખીડા થયા કેમેરામાં કેદ !!?

gujaratjanekta

દેવગઢ બારીયા તાલુકાના લવારીયા ગામે મનરેગા યોજના અંતર્ગત થયેલા કામોમાં મોટા પાયે ગેરરીતી અચરાઈ હોવાની રજૂઆતને લઈ લોકપાલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી.

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial