Gujarat Jan Ekta
તાજા સમાચાર
Breaking News education

વડોદરા શહેરની શ્રી અંબે વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પરિસરમાં વિજ્ઞાન મેળો યોજાયો

 

શ્રી અંબે વિદ્યાલય વાઘોડિયા રોડ વડોદરા ખાતે વિદ્યાર્થીઓમાં જટિલ વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે ૧૩મી સપ્ટેમ્બર, ૨૦૨૫ને શનિવારના રોજ શાળાના પરિસરમાં ‘વિજ્ઞાન મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પ્રો. (ડૉ.) રમેશચંદ્ર જી. કોઠારી, અંબે ગ્રુપ ઓફ સ્કુલ્સના ચેરમેન શ્રી અમિત શાહ, શ્રી અંબે વિદ્યાલયના ડાયરેક્ટર શ્રીમતી મિતલ શાહ અને શ્રી આશિષ શાહ, કે.જી. વિભાગના ડાયરેક્ટ્રેસ શ્રીમતી ભાવેશા શાહ, ફાઉન્ડર ટ્રસ્ટી શ્રીમતી ભારતીબેન શાહ, અંબે એન્ડ જય અંબે વિદ્યાલયના ડાયરેક્ટર શ્રી વિવેક શાહ તથા અન્ય શાખાના આચાર્યો, વાલીગણ ખુબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી અંબે વિદ્યાલય ખાતે ધોરણ 6 થી 11 ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા શાળાના ગ્રાઉન્ડમાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં 70 થી વધુ પ્રોજેક્ટનું નિદર્શન કરવામાં આવ્યું હતું. 

મુખ્ય અતિથિ તરીકે પ્રો. (ડૉ.) રમેશચંદ્ર જી. કોઠારી, અંબે ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન શ્રી અમિત શાહે હાજર રહી વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યુ હતું.

Share

Related posts

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા માથી સફેદ પથ્થરની ભરેલી ટ્રક કોની દયાથી લીમખેડા સુધી આવી પહોચી

gujaratjanekta

ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ કરેલી કામગીરીથી દેશનું ગૌરવ વધ્યું છે:ધારાસભ્ય રમેશ કટારા

gujaratjanekta

વડોદરા – જમીન માલિકની બેદરકારીના કારણે 3 વર્ષની બાળકી 10 ફુટના ખાડામાં પડી જતા મોતને ભેટી, પોલીસે જવાબદાર સામે કરી કાર્યવાહી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial