Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ તાલુકાના થેરકા મુકામે આવેલ પંચકૃષ્ણ મંદિર પાછળ આવેલ માછણ નદીમાં ડૂબી જતાં સાંપોઈના યુવાનનું મોત

પંકજ પંડિત

ઝાલોદ તાલુકાના થેરકા મુકામે આવેલ પંચકૃષ્ણ મંદિરની પાછળ આવેલ માછણ નદીના કિનારે સાંપોઈના સુરેશભાઈ કડકીયાભાઈ અમલીયાર જેમની ઉમર અંદાજીત 35 વર્ષની છે તેઓ તેમના પરિવારજનો સાથે તેમના દાદાની અસ્થી વિસર્જન કરવા માટે 11-09-2025 ના રોજ આવેલ હતા. અસ્થી વિસર્જન કરવા માટે સુરેશભાઈ કડકીયાભાઈ અમલીયાર માછણ નદીમાં ઉતર્યા હતા ત્યારે તેઓ પાણીના વહેણમાં ખેંચાઈ ગયેલ હતા. આ અંગે ઝાલોદ પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઝાલોદ અને દાહોદની ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવેલ હતી. ઝાલોદ અને દાહોદની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 11 તારીખે ડૂબી ગયેલ વ્યક્તિને શોધવાની કવાયત હાથ ધરી હતી પરંતુ 11 તારીખે ફાયરબ્રિગેડની ટીમને સફળતા ન મળતાં 12 તારીખે ફરી ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિને શોધવાની તજવીજ હાથ ધરેલ હતી ત્યારે 12 તારીખે અંદાજીત બપોરના 1 વાગ્યા પછી પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિ મૃત હાલમાં મળી આવેલ હતો. ઝાલોદ પોલીસ દ્વારા મૃતક વ્યક્તિના પોસ્ટ મોર્ટમ માટે ઝાલોદ સરકારી દવાખાના ખાતે લાવવામાં આવેલ હતો.

Share

Related posts

કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ ભાજપમાં જોડાશે કે આપમાં !! – રાજીનામાં બાદ ગુજરાતમાં રાજકારણ ગરમાયું

gujaratjanekta

Ajab-Gjab : ઝડપભેર ટ્રકે ગેંડાને ટક્કર મારી, જુઓ ચોંકાવનારી ઘટનાનો વીડિયો

gujaratjanekta

નિર્મલા સીતારમણે બજેટમાં આપી ગૂડ ન્યૂઝ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial