પંકજ પંડિત
ઝાલોદ નગરના ખાંટવાડા ( ચમારવાસ ) વિસ્તારમાં રહેતા હમીદભાઈ એહમદભાઈ ઉંદરાને ત્યાં ગૌ માંસ વેચાતું હોવાની બાતમી 01-09-2025 નાં રોજ ઝાલોદ પોલિસને મળતા પોલીસ તાત્કાલિક માહિતી મળેલ સ્થળ પર પહોંચી ગયેલ હતી. સ્થળ પહોંચતા પોલિસને 80 કિલો માંસનો જથ્થો જેની અંદાજિત કિંમત 16000 થાય છે તે મળી આવેલ હતું અને એક 5000 ની કિમંતનુ જીવિત પાડું ક્રૂરતા પૂર્વક બાંધેલ મળી આવેલ હતું. પોલિસ દ્વારા સ્થળ પર થી મળેલ માસના જથ્થાને ગૌ માંસ છે કે નહીં તેની વધુ તપાસ માટે એફ.એસ.એલ રિપોર્ટ માટે તપાસ અર્થે મોકલેલ હતો. એફ.એસ.એલના રિપોર્ટમા મળેલ માસનો જથ્થો ગૌમાંસ હોવાનું પુરવાર થતાં ઝાલોદ પોલીસ દ્વારા હમીદ અહેમદ ઉંદરા પર કાયદેસરની પોલિસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે.

