Gujarat Jan Ekta
તાજા સમાચાર
Other

ઝાલોદ નગરમાં રામદેવપીરની જયંતિ નિમિત્તે નગરમાં ભવ્ય શોભાયાત્રા નીકળી

પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ

ઝાલોદ નગરમાં બાબા રામદેવપીરનો જન્મ અંદાજીત 600 વર્ષ પહેલાં રાજસ્થાનના બાઢમેર જિલ્લાના કાશ્મીર ગામમાં 1409ની ભાદરવા સુદ બીજને દિવસે થયો હતો. હાલમાં આ સ્થળ રામદેવરાના નામ થી પ્રચલિત છે. રામદેવપીરને ભગવાન દ્વારકાધીશના અવતાર માનવામાં આવે છે. જેથી રાજસ્થાન અને ગુજરાતમાં તેમના મંદિરો વધુ જોવા મળે છે. આજે ભાદરવા સુદ બીજ એટલે રામદેવપીરની જન્મ જયંતિઝાલોદ નગરમાં રામદેવપીરની જયંતિ નિમિત્તે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રામદેવપીરના ભક્તો હાથમાં ધ્વજા લઈ રામદેવપીરના ભજનો પર નાચતા ઝુમતા જોવા મળતા હતા. રામદેવપીરની શોભાયાત્રામાં મોટા પ્રમાણમાં ભક્તો જોડાયા હતા. નગરમાં આજરોજ રામદેવપીરની બે શોભાયાત્રા નીકળી હતી. એક શોભાયાત્રા મુવાડા થી અને બીજી શોભાયાત્રા રોહિત સમાજ દ્વારા નગરના માર્ગો પર ફરી હતી. રામદેવજીના ઘોડાને રથ પર સવાર કરેલ ભવ્ય શોભાયાત્રાના સ્વાગત અને દર્શન માટે દરેક વિસ્તારના ભક્તો જોડાયા હતા. છેલ્લે રામદેવજીની શોભાયાત્રા સમાપ્તિ પર મહા આરતી અને મહાપ્રસાદ જેવા પ્રોગ્રામોનુ આયોજન પણ કરવામાં આવેલ હતું જેનો લાભ મોટા પ્રમાણમાં ભક્તોએ લીધો હતો.

Share

Related posts

પેથાપુરના પત્રકાર અને જવેલર્સના વેપારીના કાર ઉપર પથ્થરમારો*

gujaratjanekta

ઝાલોદ ખાંટવાડા ( ચમારવાસ ) માંથી 80 કિલો ગૌમાંસ સાથે એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી

gujaratjanekta

જૂનાગઢમાં ભાજપના કાર્યકરે વટ અને વચનને ખાતર મુંડન કરાવ્યું છે

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial