Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સંજીવની હોસ્પિટલના નિષ્ણાંત ડૉ દત્તેશ દેવડાએ સાત વર્ષીય બાળકીનો જીવ બચાવ્યો સાત વર્ષીય બાળકીને કોબ્રા ( ઝેરી સાપ ) કરડ્યો

પંકજ પંડિત

ઝાલોદ સંજીવની હોસ્પિટલના નિષ્ણાત ડૉ દત્તેશ દેવડા અવારનવાર ખૂબ ગંભીર સમસ્યામાં પીડાતા દર્દીઓને સારવાર આપી સંપૂર્ણ પણે સ્વસ્થ કરેલ હોવાના સમાચારો પ્રકાશિત થયેલ છે. ડૉ દત્તેશ દેવડા કોઈ પણ ગંભીર બીમારી થી પીડાતા દર્દીને એક નવો પડકાર સમજી પોતાની 100% આવડત અને સૂઝબુઝને લઈ ઘણા દર્દીઓના પરિવારોને નવજીવન આપેલ છે. ફરી એક વાર ડૉ દત્તેશ દેવડા પાસે એક સાત વર્ષની બાળકીને ઝેરીલા ( કોબ્રા ) સાંપે કરડી લીધેલનો દર્દી આવેલ હતો. આ દર્દીને બે ત્રણ ડોક્ટરોએ આગળ સારવાર માટે લઇ જવા સૂચન કરેલ હતું. ઝાલોદ તાલુકાના ખરસચણા ગામમાં અલ્કેશ કટારા જેની ઉમર ફક્ત સાત વર્ષની છે તેને ખૂબ જ ક્રિટિકલ પરિસ્થિતિમા દાખલ કરવામાં આવેલ હતો. પરિવારજનોની સંમતિ થી ડૉ દત્તેશ દેવડાએ બાળકની સારવાર ચાલુ કરી હતી. આ બાળકનુ ઑક્સિજન લેવલ 60 ટકા જણાઈ આવતું હતું તેમજ બાળકને આંખે અંધારુ લાગતું હતું તેમજ જોવાનું બંધ થઈ ગયેલ હતું અને બાળકના મોઢા માંથી ફીણ પણ નીકળતું હતું. આ બાળકનુ બચવું અશક્ય લાગતું હતું. આ બાળકની સારવાર માટે પરિવારની સંમતિ લઈ ડૉ દત્તેશ દેવડાએ જોખમ ઉપાડી બાળકની તાત્કાલીક સારવાર ચાલુ કરેલ હતી. બાળકને તાત્કાલીક સારી રીતે સારવાર મળતા બાળકનો જીવ બચી ગયેલ હતો. આ બાળકની યોગ્ય રીતે કાળજી લઈ સારવાર કરવામાં આવતા ડૉ દત્તેશ દેવડાનો પરિવારજનો એ આભાર માન્યો હતો. હાલ આ બાળક તંદુરસ્ત અને સ્વસ્થ થતાં આ બાળકને હોસ્પિટલ માંથી રજા આપવામાં આવેલ છે.

Share

Related posts

ગરબાડામાં રિલાયન્સ પંપ પાસે રોડ ક્રોસ કરતી મોટરસાયકલ ને કારે અડફેટે લેતાં અકસ્માત સર્જાયો.

gujaratjanekta

પ્રચાર મેદાનમાં રાહુલ ગાંધી – અધ વચ્ચેથી લોકોએ કહ્યું, ટ્રાન્સલેશનની જરુર નથી હિન્દી બોલો

Admin

આજ રોજ પંચમહાલ જિલ્લાના પાટનગર ગોધરા શહેરમા ટ્રાફીક ડ્રાઈવ યોજાયો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial