ઝાલોદના પેથાપુરમાં વર્ષોથી રાજસ્થાન અને મધ્યપ્રદેશથી પગપાળા જતા માઇભક્તો માટે સર્વ સમાજ પેથાપુર દ્વારા વિસામો રાખવામાં આવે છે જેમાં માઇભક્તો દ્વારા રોકાણ કરી ભંડારાનું આયોજન કરીને માં અંબેના રથને ગામમાં દર્શનાર્થે ફેરવવામાં આવે છે ત્યાર બાદ આરતી કરીને પ્રસાદી લઈ માઇભક્તો ઝાલોદ તરફ રવાના થયેલ જેમાં સર્વ સમાજ પેથાપુર હર્ષોલ્લાસથી દરવર્ષની જેમ આ વર્ષે પણ સેવા આપી પગપાળા જતા માઇભક્તોની સેવા કરીને ધન્યતા અનુભવે છે.

