પંકજ પંડિત
ઝાલોદ નગરમાં શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિતે શિવજી એ નગરમાં અનેરું આકર્ષણ જમાવ્યલઘુરુદ્ર , સુંદરકાંડ , શિવજી કી સવારી, શ્યામ દિવાનાની નયનરમ્ય ઝાંખી, મહા આરતી તેમજ મહાપ્રસાદ જેવા પ્રોગ્રામ યોજાયાઆજરોજ તારીખ 23-08-2025 શ્રાવણ વદ અમાસ વિક્રમ સંવત 2081 શ્રાવણ માસનો છેલ્લા દિવસે સોમનાથ મહાદેવ મંદિર કમિટી દ્વારા લઘુ રુદ્ર, સુંદરકાંડ પાઠ, શિવજી કી સવારી, મધ્યપ્રદેશના પ્રખ્યાત શ્યામ દિવાનાની ઝાંખી,મહા આરતી તેમજ મહાપ્રસાદ જેવા પ્રોગ્રામનુ આયોજન કરવામાં આવેલ છે.સોમનાથ મહાદેવ મંદિર કમિટી દ્વારા શ્રાવણ માસ નિમિતે મંદિરમાં અનેક ધાર્મિક કાર્યક્રમો રાખેલ હતા જેનો લ્હાવો નગરજનોએ લીધેલ હતો.શ્રાવણ માસએ હિન્દુ સમાજ માટે અતિ મહત્વનો છે. આ માસ દરમ્યાન વિશેષ પૂજા, અર્ચના કરી હિન્દુ સમાજના લોકો ધર્મ લાભ ઉઠાવતા હોય છે. શ્રાવણ માસ દરમ્યાન દરરોજ શિવ પૂજા કરી ભક્તો ભોળાનાથને પ્રસન્ન કરતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો કર્યા બાદ આજ રોજ શ્રાવણ માસની સમાપ્તિના દિવસે લઘુરુદ્ર પૂજા ,નગરમાં મધ્યપ્રદેશના પ્રખ્યાત શ્યામ દીવાનાની પ્રખ્યાત ઝાંખી તેમજ શિવજીની સવારી કાઢવામાં આવી હતી .શિવજીની સવારી પ્રતિવર્ષ મુજબ લુહારવાડા સ્થિત સોમનાથ મહાદેવ મંદિરે થી નીકળી નગરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કર્યું હતું. શિવજીની સવારી દરમ્યાન નગરના રાજમાર્ગો બમ બમ ભોલે, ઓમ નમઃ શિવાય જેવા મંત્રોચ્ચાર સાથે ગુંજી ઉઠયા હતા. શિવજી કી સવારીની શોભાયાત્રામાં નયનરમ્ય અને મનમોહક ઝાંખી એ સહુ નગરજનોના દિલ જીતી લીધા હતા.
નગરના રાજમાર્ગો પર શિવજી કી સવારી એ અનોખું આકર્ષણ જમાવ્યું હતું.નગરના રાજમાર્ગો પર શ્રાવણ માસની સમાપ્તિ નિમિતે શિવજીની સવારી રૂપે ભોળાનાથના આશીર્વાદ નગરજનોએ લીધા હતા. શિવજી કી સવારી પ્રસંગે ભજનનોની રમઝટ તેમજ ડી.જે સાથે નીકળેલ શોભાયાત્રા એ નગરમાં ભક્તિનો માહોલ ઉભો કરેલ હતો. નગરના રાજમાર્ગો પર થી પસાર થયેલ શિવજી કી સવારી સોમનાથ મહાદેવ મંદિરે પૂરી થયેલ હતી. સોમનાથ મહાદેવ મંદિરે મહા આરતી સાથે મહાપ્રસાદનો લ્હાવો ભાવિક ભક્તોએ લીધો હતો.

