Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લાના આર.એન્ડ.એલ.પંડ્યા હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો

સોલંકી કિશોરસિંહ,

દાહોદ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને જીલ્લા ટીબી એચ આઈ વી ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદની સુચના અનુસાર દાહોદ જિલ્લાના આર.એન્ડ.એલ.પંડ્યા હાઈસ્કુલ ખાતે “ઇન્ટેસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન ૨૦૨૫” ૧૨ ઓગષ્ટ ૨૦૨૫ ના રોજ લોન્ચીગ કરવામાં આવ્યું.જેની થીમ છે “ROUTES OF TRANSMISSION & PREVENTION STRATEGIES” એચ.આઇ.વી. અને જાતીય રોગોથી બચાવ માટે લોકોમાં જાણકારી હોવી ખુબ જરૂરી હોય લોકોમાં જાગૃત્તી આવે તે માટે આર.એન્ડ.એલ.પંડ્યા હાઈસ્કુલ ધોરણ ૦૯ થી ૧૨ ના કુલ-૬૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.જેમાં આરોગ્યના વિવિધ પ્રોગ્રામના તજજ્ઞો દ્વારા એચ.આઈ.વી, ટીબી, સીફીલીશ ,એસ.ટી.આઈ,હિપેટાઈટીશ, સિકલસેલ, લેપ્રસી જેવા રોગો વિષે આરોગ્ય શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને રોગો વિશે ક્વીઝ કોમ્પીટીશન કરવામાં આવી અને સાચો જવાબ આપનારને ઇનામ દ્વાર પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાઆ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય છે કે, વિદ્યાર્થીઓને સમયસર સેવાઓ વિશે જાણકારી મળે અને ટેસ્ટીંગ તેમજ ટ્રીટમેન્ટ માટે અવર્નેશ થાય. તથા વધુ જાણકારી માટે નજીકના આરોગ્ય સંસ્થાની મુલાકાત લો. આ કાર્યક્રમમાં ડી.ટી.એચ.ઓ., લેપ્રેસી મેડીકલ ઓફિસર, એ.આર.ટી. મેડીકલ ઓફિસર દિશા ડાપકુના સ્ટાફ, એન એ સી પી તથા એડોલેશન કાઉન્સેલર અને ટી.બી. એસ.ટી.એસ. શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Share

Related posts

ઝાલોદ એસ.ડી.એચ હોસ્પિટલ ખાતે હિપેટાંટીસ ડે નિમિત્તે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

gujaratjanekta

ગુજરાત ટેકનોલીજીકલ યુનિવર્સિટી દ્વારા પી. એચ. ડી. ની ડિગ્રી એનાયત કરવામાં આવી દાહોદના પ્રાધ્યાપક ઇશાક શેખ સાહેબને.

gujaratjanekta

દાહોદ જિલ્લાના વિવિધ વિધાનસભા મતદાર વિભાગો માટે ઓબ્ઝર્વરશ્રીઓની નિમણુંક કરાઇ

Admin

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial