Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા સ્વતંત્રતા સ્વચ્છતા કે સંગ દાહોદ જિલ્લોતિરંગાના માન-સન્માન અને દેશભક્તિના જુસ્સા સાથે યોજાયેલી યાત્રામાં સ્થાનિક પદાધિકારીઓ, તાલુકા વહીવટી તંત્રના અધિકારી અને નગરજનો ઉત્સાહભેર જોડાયા

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા તિરંગાયાત્રાનો પ્રારંભ કરાવતા નાગરિકોને ઘર ઘર તિરંગો લહેરાવવા કર્યો અનુરોધફતેપુરા સ્વાતંત્ર્યતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે. દાહોદ જિલ્લામાં પણ તિરંગા યાત્રાને જન પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે વિવિધ ગામમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીશ્રીઓ, ગ્રામજનો, પોલીસ જવાન, હોમગાર્ડના જવાનો તથા શાળાના છાત્રો જોડાયા હતા. દેશભક્તિના નારાઓથી શહેર તથા ગ્રામની ગલીઓ ગુંજી ઉઠી હતી. ફતેપુરા ખાતે ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને યોજાયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ, પોલીસ, હોમગાર્ડના જવાનો, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, ગ્રામજનો,તથા વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ધારાસભ્યશ્રીએ તિરંગાયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. શહેરના માર્ગો તિરંગા યાત્રાએ ફરીને નાગરિકોને ઘર ઘર તિરંગો લહેરાવવા સંદેશો પાઠવ્યો હતો.
આ પ્રસંગે તાલુકાના તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી, પૂર્વ જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર, જિલ્લા પંચાયત સભ્યો, તાલુકા પંચાયત સભ્યો, સરપંચશ્રીઓ, સંગઠનના કાર્યકર્તાઓ, આગેવાનો સહિત, પોલીસકર્મીઓ, શાળાઓનાં વિદ્યાર્થીઓ, નગરજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા.

Share

Related posts

કોંગ્રેસ દ્વારા ભરૂચ અને જંબુસર વિધાનસભા બેઠકના ઉમેદવારો જાહેર થતા જ સમર્થકોમાં ઉત્સાહ નો માહોલ

gujaratjanekta

R&B પંચાયત અને સ્ટેટના બે ગુજરનાર રોજમદારોના વારસોને રિવાઇઝ પેન્શન મૃત્યુ સહાય તેમજ લાભો ચૂકવવા બાબતે નામદાર ગુજરાત હાઇકોર્ટનો આદેશ

gujaratjanekta

ઝાલોદ પોલિસ રામનવમીના ઉત્સવને લઈ હાઈ એલર્ટ : ડ્રોન કેમેરા દ્વારા નગરની અગાસીઓ પર નિરીક્ષણ કર્યું

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial