Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

રોટરી ક્લબ ડાયમંડ દાહોદ નો પદ ગ્રહણ કાર્યક્રમ યોજાયો

વિશ્વ સ્તરીય સેવા ને વરેલી રોટરી ક્લબ વિભિન્ન સેવા પ્રકલ્પો કરી સમાજ માં એક અનેરું સ્થાન ધરાવે છે.દાહોદ ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પોતાનું આગવું સ્થાન ધરાવે છે.
પદ ગ્રહણ કાર્યક્રમ નો પ્રારંભ કોલ ટૂ ઓર્ડર થી રામસિંગ પરમાર દ્વારા કરાયો હતો. ઉપસ્થિતિ એ રાષ્ટ્રગાન કરી .ઉપસ્થિત મહેમાનો એ દીપ પ્રગટાવી વિધિવત પ્રારંભ કરાયો હતો.
રોટરી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ ના પદાધિકારીઓ,સદસ્યો નો પદ ગ્રહણ કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંસ્કાર કોઠારી (૨૬-૨૭) ના વરદ હસ્તે નવનિયુક્ત પ્રમુખ દેવાભાઈ રાઠોડ, મંત્રી રતનસિંગ બામણિયા ક્લબ ના સદસ્યો પૂર્વ પ્રમુખ હીરાલાલ સોલંકી,વાસુ દેવ મંગલાની,રામસિંગ પરમાર અને ક્લબ માં નવા જોડાયેલ સદસ્યો લતાબેન સોલંકી,લક્ષ્મી બેન બામણિયા,રમીલાબેન રાઠોડ,કંચનબેન શાસ્ત્રી ને પદ નો સંકલ્પ લેવડાવ્યો હતો,પદ ગ્રહણ વેળા એ તેઓએ ક્લબ નો આત્મા તેના સદસ્યો હોવાનું જણાવી ક્લબ માટે સદસ્યો નું શું મહત્વ છે ? તેની જાણકારી આપી હતી .
પદ ગ્રહણ કાર્યક્રમ ના મુખ્ય અતિથિ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સુશીલ મલ્હોત્રા (૨૫- ૨૬) એ આ વર્ષે કરવાના સેવા કાર્યો ની જાણકારી આપી હતી. તેમાં વિશેષ ગ્રામ્ય/શહેરી કક્ષા એ યોજાતી બેઠકો જેવી અલગ- અલગ સ્થળો એ જમીન પર શેતરંજી પાથરી ને ચોપાલ બેઠકો યોજી સેવાકીય પ્રવૃતિઓ કરવાની શીખ ક્લબના સદસ્યો ને આપી હતી અને તે માટે જરૂરી શેતરંજી આપી હતી.ડિસ્ટ્રિક્ટ ગવર્નરે ક્લબ માં ચાર નવા મહિલા સદસ્યો નો સમાવેશ થતા ક્લબ ને વિશેષ એવોર્ડ આપવાની જાહેરાત કરી હતી.
પદ ગ્રહણ કાર્યક્રમ માં શહેર ની અન્ય સેવાકીય સંસ્થાઓ લાયન્સ ક્લબ, બ્લાઇન્ડ વેલ્ડર સોસાયટી અને સ્માઇલ ફાઉન્ડેશન જેવી જોડાઈ હતી.
ક્લબ ના વરિષ્ઠ સદસ્યો કિશન ભાઈ અગ્રવાલ,કિરીટભાઇ દેસાઈ, સાબિર ભાઈ શેખ,પ્રદીપભાઈ પરીખ, આર. સી અરવિંદભાઈ ચૌહાણ,એ જી દિપેન્દ્રસિંહ સિસોદિયા,ઉદય વેદાંતી,અપૂર્વ પાઠક , કુમાર શાસ્ત્રી અને ભરતભાઈ મિસ્ત્રી આદિ ઉપસ્થિત રહ્યાં હતા.
રોટસ્ટી ક્લબ ઓફ ડાયમંડ દાહોદ શાળા,આંગણવાડી પ્રશિક્ષણ લેતા યુવાનો,મહિલાઓ ,અનાથ બાળકો અને નિઃસહાય વરિષ્ઠ નાગરિકો માટે જુદીજુદી સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે, તદ ઉપરાંત અભ્યાસ કરતા બાળકો માં અભ્યાસ પ્રત્યે રુચિ વધે,યુવાનો માં સેવાકીય પ્રવૃત્તિઓ વધે,ડોકટરો દ્વારા જરૂરત મંદો પ્રત્યે સહાનુભૂતિ વધે, વ્યસન મુક્તિ કાર્યક્રમો ને પ્રોત્સાહિત કરતા,સમાજોપયોગી કાર્યો કરતા લોકો માં ઉત્સાહ વર્ધન થાય,પ્રેરણા વધે માર્ગ દર્શન મળે તેવા શુભ આશય થી સમાજ સેવા ના કાર્યો કરતા સમાજ સેવકો નું ખેસ,પ્રમાણપત્રો અને સ્મૃતિ ભેટ આપી સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમ ની સમગ્ર વ્યવસ્થા વાસુદેવ મંગલાની,દીપિકા ડાભી, મીનાક્ષી પરમાર,કંચન શાસ્ત્રી અને પ્રદીપભાઈ રાઠોડ દ્વારા કરાઈ હતી.

Share

Related posts

ઝાલોદ પોલિસ દ્વારા ટ્રાફિક નિયમન હેઠળ નગરના વિવિધ વિસ્તારોના દબાણો દૂર કરાયા

gujaratjanekta

ઝાલોદ આપ પાર્ટીની સમીક્ષા બેઠક ચેતરભાઇ વસાવાની ઉપસ્થિતમા યોજાઈ

gujaratjanekta

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ, રણજીતનગર ખાતે મોકડ્રિલ યોજાયુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial