Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ દ્વારા વિશ્વ એકતા અને વિશ્વાસની થિમ સાથે રક્ષાબંધન સ્નેહમિલન યોજવામાં આવ્યું

પંકજ પંડિત

ઝાલોદ પ્રજાપિતાબ્રહ્માકુમારીઝ દ્વારાપોલિસ સ્ટાફ, સબજેલ,એસ.ટી સ્ટાફ, સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે રક્ષાબંધનસ્નેહમિલનયોજાયુંહતું.આવર્ષેઝાલોદપ્રજાપિતાબ્રહ્માકુમારીઝના મીતાદીદી દ્વારા રક્ષાબંધન સ્નેહમિલન અંતર્ગત સ્નેહમિલન તારીખ 06 અને 07 તારીખે યોજાયું હતું. આ વર્ષે પ્રજાપતિ બ્રહ્માકુમારીઝ દ્વારા વિશ્વ એકતા અને વિશ્વાસની થિમ સાથે રક્ષાબંધન પર્વ ઉજવવામાં આવ્યું હતું.ઝાલોદપ્રજાપિતાબ્રહ્માકુમારીઝના રાજયોગ કેન્દ્રના મીતાદીદી દ્વારા રક્ષાબંધનના સંદર્ભમાં અર્થપૂર્ણ વ્યાખ્યા સાથે બોધપ્રદ પ્રવચન આપ્યું હતું. તેમણે સમજાવ્યું કે રાખડી માત્ર એક દોરો નથી. તે દ્રઢ સંકલ્પ, પ્રેમ અને રક્ષણની ભાવના છે.રાખડી દુર્ગુણો, દુર્વ્યસન અને દુષ્ટ વિચારો સામે આત્માનું રક્ષણ કરે છે. આ તહેવાર નૈતિક શિસ્ત, પવિત્ર દ્રષ્ટિ અને આધ્યાત્મિક સ્નેહનો સંદેશ આપે છે.પ્રજાપિતાબ્રહ્માકુમારીઝના મિતાદીદી દ્વારા પોલિસ સ્ટેશના પીએસઆઇ સી.કે.સીસોદીયા, પીએસઆઇ આર.વી.રાઠોડ સહિત સહુ પોલીસ સ્ટાફ , સબજેલ ખાતે ઇન્ચાર્જ સંજય પટેલ સહિત સહુ કેદી મિત્રો, એસ.ટી ડેપો મેનેજર નિલેશ મુનિયા સહિત સ્ટાફ મિત્રો તેમજ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતેના અધિક્ષક મેડમ પ્રતિમા મહેતા સહિત નર્સ સ્ટાફ સાથે ડિસ્ટ્રીકટ હોસ્પિટલના સ્ટાફ મિત્રોને રક્ષાબંધન નિમિતે પવિત્ર રક્ષા બાંધી તેઓના લાંબા આયુષ્ય સાથે સારું જીવન જીવે તે માટે મીતાદીદીએ સહુને આશીર્વચન આપેલ હતા.

Share

Related posts

અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરતા લોકોની આ સમસ્યાનો નિકાલ કરવામાં આવશે

gujaratjanekta

દાહોદમા આજરોજ સાંસદ ખેલ નું આયોજન એકલવ્ય સ્કૂલ ખરેડી ખાતે કરવામાં આવ્યું હતું

gujaratjanekta

ના હોય! માત્ર 26 રૂપિયામાં હવાઇયાત્રાનો આનંદ માણો, ઓફર માત્ર 13 જુલાઇ સુધી જ, જલ્દી જ ફરવાનો બનાવો પ્લાન

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial