Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ સોમનાથ મંદિર આયોજિત કેદારનાથ થી સોમનાથ મહાદેવ મંદિર સુધી ભવ્ય કાવડયાત્રા યોજાઈ

પંકજ પંડિત

ઝાલોદ સોમનાથ મહાદેવ ઉત્સવ સમિતિ દ્વારા શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ ધાર્મિક પ્રોગ્રામો યોજાતા હોય છે તે અન્વયે કેદારનાથ થી ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિર સુધીની કાવડયાત્રાનુ આયોજન કરવામાં આવેલ હતું.
ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિરે થી તારીખ 06-08-2025 બુધવારના રોજ સાંજની આરતી પછી વાહન દ્વારા દાહોદના ચોસાલા મુકામે આવેલ કેદારનાથ મંદિરે કાવડયાત્રીઓ તેમજ સેવાભાવી લોકો વાહન દ્વારા સોમનાથ મહાદેવ મંદિરે થી નિકળેલ હતી. રાત્રિ દરમિયાન કાવડ યાત્રીઓ તેમજ નગર માંથી ગયેલ ધાર્મિક લોકો દ્વારા ભોળાનાથની પૂજા અર્ચન તેમજ આરતી કરી ભજન યોજવામાં આવ્યા હતા. ભજનની રમઝટ મોડી રાત્રિ સુધી યોજાઈ હતી. વહેલી સવારે કાવડયાત્રીઓ ભોળાનાથના રથ સાથે પવિત્ર કાવડમા જળ ભરી ઝાલોદ આવવા રવાના થયેલ હતા. કાવડ યાત્રા દરમિયાન કાવડ યાત્રીઓ દ્વારા બોલ બમ.. બમ બમના નાદ સાથે વાતાવરણ ગુંજાવી દીધેલ હતું. અંદાજીત ત્રણસો ઉપરાંત કાવડયાત્રીઓ એ કાવડ યાત્રામાં ભાગ લીધો હતો. ઝાલોદ નગરના વિશ્વકર્મા મંદિરે સહુ કાવડ યાત્રીઓ માટે ઉતારો આપવામાં આવ્યો હતો ત્યારબાદ અંદાજીત 12:30 વાગે નગરના માર્ગો પર કાવડ યાત્રા નીકળી હતી આ કાવડ યાત્રીઓના પરિવારજનો સાથે ધાર્મિક ભજનો સાથે તેમજ બોલ બમના નાદ સાથે આ ભવ્ય કાવડયાત્રાએ નગરમાં અનેરું આકર્ષણ ઊભું કરેલ હતું. કાવડ યાત્રીઓને પગમાં ઠંડક મળે તે માટે ઝાલોદ નગરપાલિકા દ્વારા પાણીના ટેન્કર દ્વારા કાવડ માર્ગ પર પાણી નાખવામાં આવ્યું હતું. છેલ્લે સોમનાથ મહાદેવ મંદિરે પહોંચી હર હર મહાદેવના નારા સાથે પવિત્ર શિવલિંગ પર જળ ચઢાવી સહુ કાવડ યાત્રીઓ ધન્યતા અનુભવ કરતા હતા.

Share

Related posts

ઝાલોદ મુવાડા રામજી મંદિર ખાતે અખંડ રામાયણ પાઠનું પારાયણ કરવામાં આવ્યું

gujaratjanekta

સુરત એરપોર્ટ ખાતે સુરત જિલ્લા ડિઝાસ્ટર ઓથોરીટી દ્વારા વિમાન હાઈજેક અંગે મોકડ્રીલ યોજાઈ

gujaratjanekta

અમદાવાદમાં ચૂંટણી પહેલા દરેક પાર્ટીનું પહેલું ફોકસ, આટલા છે મતદારો જાણો આ વખતે કેટલા નવા નોંધાયા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial