Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ દશામ નર્સિંગ કોલેજ ખાતે નવા વિધાર્થીઓને આવકાર સાથે સપથ વિધિ યોજાઈસંસ્થાના સંચાલક મૂકેશ ડામોરે નિષ્ઠા પૂર્વક પોતાની કામગીરી કરવા સૂચન કર્યું

પંકજ પંટિત

ઝાલોદ ખાતે આવેલ જય દશામા નર્સિંગ કોલેજ ખાતે નવીન એડમિશન થયેલ વિધાર્થીઓને આવકારવા સાથે આમંત્રિત મહેમાનોની વચ્ચે નર્સિંગ વિધાર્થીઓની સપથ વિધિ યોજાઈ હતી.જય દશામા નર્સિંગ કોલેજ ખાતે સહુ પ્રથમ કોલેજના સંસ્થાના પ્રમુખ મૂકેશ ડામોર, ડૉ ભરત પટેલ, ડૉ ગોવિંદ, ડૉ સુનિલ, ડૉ ઉદેસિંહ , ડૉ વિપુલ, કમલેશ અગ્રવાલ તેમજ સ્કૂલની મૅડમનો પુષ્પ ગુચ્છ થી આવકારી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે બાદ નૃત્ય સ્વરૂપે સુંદર પ્રાર્થના ગીત સ્કૂલની બાલિકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ હતું. સ્કૂલના પ્રમુખ મૂકેશ ડામોર સહિત આમંત્રિત સહુ મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલ હતી.નર્સિંગ કોલેજમા અભ્યાસ કરતા સહુ વિધાર્થીઓની યાદગાર ક્ષણ એટલે સપથ વિધિ. આ સપથ વિધિ નર્સિંગના નિયમો અને જવાબદારી નિષ્ઠા થી નિભાવવા માટેની એક વિધિ છે. નર્સિગના પહેલા નર્સ ફ્લોરેંસ હતા. તેઓએ ધ લેડી વિથ લેમ્પ તરીકે પણ ઓળખવામાં આવે છે કેમકે રાત્રિ દરમિયાન દીવો લઈને પણ તેઓ દર્દીની સેવા કરતા હતા. તેથી આજની સપથ વિધિ પણ પહેલા લેડી નર્સના સન્માન કરી પોતાની જવાબદારીઓ પ્રત્યે નિષ્ઠા પૂર્વક ફરજ નિભાવવા માટે સપથ વિધિ યોજાઈ હતી. પહેલા વર્ષમા અભ્યાસ કરતા G.N.M અને A.N.M ના વિધાર્થીઓએ એક સાથે ઉભા થઈ પ્રાર્થના કરી રાષ્ટ્રગાન ગાઈ દેશ પ્રત્યેની સભાનતા અને જવાબદારી સ્વીકારી હતી. ઉપસ્થિત આમંત્રિત ડૉક્ટરોએ પણ નર્સિગ વિધાર્થીઓને તેઓના કાર્યકાળની શુભેચ્છાઓ પાઠવી હતી. છેલ્લે સંસ્થાના પ્રમુખ મૂકેશ ડામોર દ્વારા પણ તેઓના અભ્યાસ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

Share

Related posts

શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરના અધ્યક્ષ સ્થાને સુખસર કૃષિ શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

gujaratjanekta

ઝાલોદ નગરમાં કથાકાર રમેશભાઈ ઓઝાના મુખે ભવ્ય ભાગવત કથાના આયોજન અંગે નગરમાં જોવા મળતો અનેરો ઉત્સાહ

gujaratjanekta

ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની તૈયારી, SCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial