Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઇ જી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લા રેન્જ આઇ જી આર વી અસારીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતોફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુરુવારે 11:00 કલાકે પંચમહાલ જિલ્લા રેન્જ આઇ.જી આર વી અસારીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો આ લોક દરબારમાં ફતેપુરા તાલુકાના આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાની રજૂઆતો જાહેરમાં તેમજ વ્યક્તિગત રીતે આઈ જી સમક્ષ કરી હતી બારસાલેડા ગામના મેહુલભાઈ તાવિયાડ દ્વારા રજૂઆત કરતા જણાવ્યું હતું કે આદિવાસી બહુલ ધરાવતા દાહોદ પંચમહાલ મહીસાગર જેવા જિલ્લાઓમાં દારૂબંધી ઉપર કડક કાર્યવાહી કરવાા આવે તો ફતેપુરા નગરના રોડ રસ્તા ગટર ગંદકી જેવા મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી સરસવા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા બલૈયા ગામે નવીન પોલીસ સ્ટેશન માટેની રજૂઆત કરી હતી ફતેપુરા તાલુકામાં પરપ્રાંતી લોકો વેપાર કરવાના બહાને ચોરી જેવા ગુનાને અંજામ આપી રહ્યા છે તો આવા વ્યક્તિઓની તપાસ કરવામાં આવે તેમજ તેમને ભાડાપેટે આપવામાં આવતી દુકાનો મકાનો જે તે પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવી આપવું જેથી કરીને ક્યારેક આવી ગુનાહિત પ્રવૃત્તિ કરી આરોપીઓ ફરાર ન થઈ જાય તો સ્થાનિક વ્યક્તિ દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફનો વધારો કરવો નવા પોલીસ ભવન બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી તદુપરાંત પોલીસ સ્ટેશનનો વાર્ષિક ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને પડતી મુશ્કેલી વ્યક્તિગત તેમજ જાહેરમાં સાંભળી હતી

Share

Related posts

ભીતોડી ગામે અનોખી રીતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

માંડવી પોલીસ દ્વારા મોટર સાઈકલોમાં સેફ્ટી ગાર્ડ નખાયા

gujaratjanekta

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ, રણજીતનગર ખાતે મોકડ્રિલ યોજાયુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial