Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ કોલેજમાં CWDC અંતર્ગત મહિલાઓ માટે કાનૂની જાગૃતિ સેમિનાર યોજાયો

શ્રી કે. આર. દેસાઈ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઝાલોદમાં CWDC , (કોલેજીએટ વુમન્સ ડેવલપમેન્ટ સેલ) અંતર્ગત કૉલેજના આચાર્યશ્રી, ડૉ એ. આર. મોદી ના માર્ગદર્શન તથા પ્રેરણાથી ખાસ વિધાર્થિની બહેનોમાં તેમના કાનૂની અધિકારો તેમજ વિવિધ કાયદાકીય જોગવાઈઓ વિશે જાગૃતતા કેળવવાના હેતુથી ઝાલોદની નામદાર કોર્ટના સહયોગથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું.
વક્તાઓ અને મહેમાનોનો પરિચય અને શાબ્દિક સ્વાગત CWDC ના કન્વીનર સવિતાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. કૉલેજના આચાર્યશ્રી ડૉ. એ. આર. મોદી સાહેબે બહેનોને સાંપ્રત સમયમાં તેમના વિશેષ અધિકારો અને કાયદાઓનું જ્ઞાન કેળવી તેનું સદુપયોગ કરવા તેમજ દુરુપયોગ અટકાવવા આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઝાલોદ કોર્ટના પેનલ એડવોકેટ શ્રી પી.ડી. પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મહિલાઓ માટે કયા કયા ખાસ કાયદાઓ અને અધિકારો છે તે અંગે માહિતી આપી હતી ઉપરાંત બહેનો સાથે કાર્ય સ્થળ પર જો કોઈ પણ પ્રકારનું દુર્વ્યવહાર,છેડતી અથવા ઘરેલુ હિંસા થાય તેવા કિસ્સામાં તેમના રક્ષણ માટે કયા કયા કાયદાઓની જોગવાઈ છે તથા તેઓને કેવી રીતે ન્યાય મળી શકે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી. ASI રાકેશભાઈ પલાસે બહેનોએ નિર્ભિક રીતે આગળ આવી પોતાની વિરુદ્ધ થતા અન્યાય સામે ફરિયાદ નોંધાવી કાયદાકીય મદદ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત મહિલા કોન્સ્ટેબલ મનિષાબેન ચારેલે વિદ્યાર્થીનીઓને કારકિર્દી કેવી રીતે બનાવવી તે અંગે માર્ગદર્શન આપેલ હતું.
આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રાધ્યાપીકા ડૉ અનિતાબેન પાદરીયા એ કર્યું હતું તથા આભાર દર્શન ડૉ સંગીતાબેન વહિયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા CWDC કમિટીના તમામ સભ્યોએ સક્રિય ભૂમિકા ભજવી હતી. આ સેમિનારમાં કૉલેજની સર્વે પ્રાધ્યાપિકા બહેનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનોએ હાજર રહી કાર્યક્રમને દીપાવ્યો હતો. તથા કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી દ્વારા પોતાની મૂંઝવણો ને દૂર કરી હતી.

Share

Related posts

જિલ્લા આરોગ્ય અધિકારી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ની ઉપસ્થિતિમાં હાયપર ટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

આકાંક્ષી દાહોદ જિલ્લામાં ‘સંપૂર્ણતા અભિયાન’નો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે.

gujaratjanekta

ચોમાસા દરમ્યાન વાવાઝોડું અને વીજળી દરમ્યાન નાગરિકોએ ધ્યાનમાં રાખવાની મહત્વની બાબતો

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial