Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરાના નગરજનોએ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખંડ જ્યોતિ કળશ નો લાભ મેળવ્યો

ફતેપુરા  શબ્બીરભાઈ સુનેલવાલા

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર પ્રેરિત અખંડ જ્યોતિ કળશ રથયાત્રા તારીખ 22/ 7/ 2025 ના રોજ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં જ્યોતિ કળશ ની જ્યોતિ  ગામે-ગામ પ્રકાશિત બની યુગ નિર્માણ યોજના જન્મ શતાબ્દી પર્વ નિમિત્તે ની સફળતા માટે ગામે- ગામ જ્યાં જ્યાં કળશ જ્યોતિ યાત્રા પહોંચી ત્યાં પૂજ્ય ગુરુદેવનો દિવ્ય સંદેશને સાંભળી લોકો ભાવવિભોર બન્યા હતા. ફતેપુરાના પૂર્વ વિભાગમાં 18 સેન્ટરો પર જ્યોતિકળશની આરતી વંદના કરવામાં આવી જેમાં 1,675 જેટલા પરિજનોએ લાભ લીધો હતો. 150 વૃક્ષારોપણ, 50 બહેનો એ બલી વેશ્ય યજ્ઞ કરવા સંકલ્પિત બન્યા હતા. ફતેપુરાના વૃંદાવન સોસાયટી જ્યોતિ પર્વ મનાવવા નગરના 60 જેટલા પરિજનો ઉપસ્થિત રહી શ્રદ્ધા સંવર્ધન અને દુ:ષપ્રવૃત્તિ ઉનમૂલન માટે  સ્વાધ્યાય કેન્દ્ર ચલાવવા, યુગ સાહિત્ય વાંચન તેમજ સપ્ત ક્રાંતિ આંદોલનની સાથે આવો ઘડે સંસ્કાર વાન પેઢી આંદોલનમાં ગર્ભધાન સંસ્કાર માટે વધુ બહેનો લાભ લેવા સંકલ્પિત બન્યા હતા. શાંતિકુંજ પ્રતિનિધિ જયેશભાઈ બારોટે આગામી જન્મ શતાબ્દી સાધના ઉપર ભાર મૂક્યો હતો.પંચમહાલ ઉપજોન પ્રભારી રામજીભાઈએ સફળ સંચાલન કરી જ્યોતિ કળશની પ્રાણ ઊર્જાને જન-જન સુધી પહોંચાડવા નમ્ર અનુરોધ કર્યો હતો.

Share

Related posts

વલસાડમાં ACB એ ગોઠવેલ છટકામાં 15 લાખની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાકટર ઝડપાયા

Admin

હાલ કડાણા ડેમના 19 ગેટ ખોલી નખાયા : ડેમમાંથી 7.80 લાખ ક્યુસેક પાણી છોડાયુ – જુઓ VIDEO

gujaratjanekta

રાજકોટમાં બુધવારે C.M ના હસ્તે લોકમેળા નું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરાશે – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial