Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ફતેપુરા ગ્રામ પંચાયતમાં મનોજ કલા ડે સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા

ફતેપુરા શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં ફતેપુરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પ્રવીણભાઈ શંકરભાઈ પંચાલ વિજેતા થયા હતા 17 જુલાઈ ને ગુરુવારે 11 કલાકે ફતેપુરા ગ્રામ પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત ના વિસ્તરણ અધિકારી વાય બી ડામોર ની અધ્યક્ષતામાં અને ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી રાકેશભાઈ ચરપોટ તથા સરપંચ પ્રવીણભાઈ પંચાલ તેમ જ દરેક વોર્ડના સભ્યોની હાજરીમાં ફતેપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચના પદ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં મનોજભાઈ નરેશભાઈ કલાલ ફતેપુરા ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાય આવ્યા હતા. જેને લઇ ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ સભ્ય સહિત ગ્રામજનોએ બિનહરીબ ચૂંટાયેલા ડેપ્યુટી સરપંચ મનોજભાઈ કલાલને‌ ફુલહાર પહેરાવી મોઢું મીઠું કરાવી વધાવી લીધા હતા ઉલ્લેખનીય છે કે મનોજભાઈ કલાલ અગાઉ પણ ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તરીકે પદ ભાર સંભાળી ચૂક્યા છે ત્યારે ફરીના પાંચ વર્ષ માટે પણ તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે ત્યારે તેઓ પ્રજાના વિશ્વાસ ઉપર ખરા ઉતરે કે કેમ તે જોવાનું રહ્યું

Share

Related posts

વિશ્વ હિન્દુ પરિષદ ઝાલોદ પ્રખંડ દ્વારા મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં સંતરામપુરમાં ભવ્ય “@૧૫૦ યુનિટી માર્ચ” એકતા યાત્રા યોજાઈ

gujaratjanekta

ઝાલોદ તાલુકાના આઈ.સી.ડી.એસ શાખા દ્વારા સ્થાપના દિન અને ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial