Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલમા ગૌરીવ્રત નિમિતે શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયું

પંકજ પંડિત

કેશગુંફન અને મહેંદી સ્પર્ધાનું આયોજનકરવામાંઆવ્યુંઆજરોજ 08-07-2025 મંગળવારના રોજ થી ગૌરીવ્રતનો પ્રારંભ થયેલ છે. આ વ્રત દીકરીઓ ,મહિલાઓ તેમજ બહેનો દ્વારા કરવામાં આવે છે. તારીખ 12-08-2025 શનિવારના રોજ ગૌરીવ્રત સમાપ્ત થશે અને રવિવારે પારણા કરવામાં આવનાર છે.
તારીખ 07/07/2025 ના રોજ શ્રી.બી.એમ.હાઈસ્કૂલ ઝાલોદ માં ગૌરીવ્રતની ઉજવણી નિમિત્તે કેશગુંફન અને મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 55 છોકરીઓએ મહેંદી સ્પર્ધા અને 26 છોકરીઓએ કેશ ગુમ્ફન સ્પર્ધામાં ભાગ લીધો હતો વિધાર્થિનીઓએ વિશેષ આનંદ અને ઉત્સાહભેર સ્પર્ધામાં ભાગ લીધો હતો શાળાના આચાર્ય શ્રીમતી યુક્તિબેન પંચાલ અને શિક્ષકોએ ભાગ લીધેલ વિધાર્થિનીઓને પ્રોત્સાહન આપેલ હતું.આ પ્રસંગે શિક્ષકોમાં પણ ખૂબ ઉત્સાહ જોવાઈ રહ્યો હતો.
ગૌરીવ્રત નિમિતે બાલિકાઓનનો ઉત્સાહ વધારવા કરાયેલ વિવિધ સ્પર્ધાઓમા 10 જેટલી મુસ્લિમ બાલિકાઓએ ભાગ લઈ હિન્દુ બાળકીઓને મહેંદી મૂકી હતી. જેમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી પટેલ શિફા સબીરઅહેમદ 12-A તેમજ ડોકિલા શના મુનાફભાઈ 11-C માંથી મુસ્લિમ બાલિકાઓ પ્રથમ અને દ્વિતીય આવેલ હતા. કુલ 81 વિદ્યાર્થિનીઓએ અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો.

Share

Related posts

બિગ બ્રેકિંગ: ગુજરાતની સ્કૂલોમાં ધોરણ 6થી 12માં શ્રીમદ્ ભગવદ્ ગીતા ભણાવાશે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત નિર્ણય

Admin

ઝાલોદ બોનીબેન.એમ.શેઠમા નોકરી કરતા શિક્ષકે BZ ગ્રુપમા એજન્ટ બની ગ્રાહકોના નાણા ડુબાડ્યા

gujaratjanekta

રાશિફળ : ૧૦ સપ્ટેમ્બરનો દિવસ આપના માટે કેવો રહેશે ? વાંચો શું કહે છે જ્યોતિષ ડો. શરદચંદ્ર પંડ્યા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial