Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર અને તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજવામાં આવ્યો

અમદાવાદના મોટીવેશનલ સ્પીકર સુહાગ પંચાલ દ્વારા બાળકોને શૈક્ષણીક માર્ગદર્શન પૂરું પડાયુંદાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા રવિવારે દાહોદના પ્રસંગ પાર્ટી પ્લોટ ઓડિટોરિયમ (ટોપીહોલ) દાહોદ ખાતે ભવ્ય શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર અને તેજસ્વી તારલાઓ તેમજ સમાજના શ્રેષ્ઠીઓ તેમજ મહાનુભાવોનો સન્માન સમારોહ યોજવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પંચાલ સમાજ પ્રગતી મંડળ ના નેજા હેઠળ કાર્યક્રમ સવારે 10:00 કલાકે શરૂ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સમાજ ના બાળકો શૈક્ષણિક ક્ષેત્રે ભણી ગણીને આગળ વધે તેમજ સમાજ ના દિકરા દિકરીઓને ધો-12 પછી કયા ક્ષેત્રે ઝંપલાવી શકે તે હેતુ થી સમાજ દ્રારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યાજવામા આવ્યો હતો . આ માટે દાહોદ જિલ્લા પંચાયત સમાજ પ્રગતિ મંડળ દ્વારા આંતરરાષ્ટ્રીય મોટીવેશન સ્પીકર અને કોચ સુહાગ પંચાલ ને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, પ્રાર્થના, અને સ્વાગત પ્રવચનથી થઈ હતી.અમદાવાદ ના સુહાગભાઈ પંચાલે સમાજ ના વિદ્યાર્થીઓને મૂંઝવતા વિવિધ પ્રશ્નોનો સમાધાન કર્યું હતું અને તેમને કારકિર્દી સંબોધિત મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડ્યું આ સેશન દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો

દાહોદ જિલ્લા પંચાલ સમાજ પ્રગતિ મંડળ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર 70 % થી ઉપર લાવનાર શ્રેષ્ઠ તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.જેમાં ધોરણ 10 ના 10 જેટલા વિદ્યાર્થીઓ જ્યારે ધોરણ 12 ના 15 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમાજ ના અલગ અલગ ક્ષેત્રોમાં કામગીરી કરી રહેલ જેવા કે રાજકીય ક્ષેત્ર ,સામાજિક ક્ષેત્ર, પત્રકારત્વ ક્ષેત્ર,વહીવટી વિભાગ જેવા અલગ અલગ ક્ષેત્રની અંદર પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમજ સામાજિક ક્ષેત્રે લોકોને મદદ કરી રહ્યા છે તેવા સમાજના વિવિધ ક્ષેત્રના શ્રેષ્ઠીઓ જેવા 71 જેટલા શ્રેષ્ઠીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાલ સમાજ ના અલગ અલગ ગામોમાંથી લોકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમને શુસોભીત કર્યો હતો

Share

Related posts

ઝાલોદ તાલુકાના ગરાડુ મુકામે ઝાડ સાથે લટકેલી લાશ મળી આવી

gujaratjanekta

અમદાવાદમાં મારામારી દરમિયાન કરવામાં આવ્યું ફાયરિંગ, પોલીસ દ્વારા 9ની અટકાયત

gujaratjanekta

ગુજરાત ઈલેક્શન 2022 : પીએમ મોદી આવશે ફરી ગજરાતના પ્રવાસે

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial