Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

ઝાલોદ ગોયલ પેલેશ ખાતે પી.આઈ રાઠવાનો વય નિવૃતિ સમારંભ યોજાયો

પંકજ પંડિત

પી.આઈ રાઠવાએ અમારા મુરબ્બી અને કોઈ પણ કામગીરી માટે સદા સતર્ક રહેતા : ડી.વાય.એસ.પી પટેલઝાલોદ નગર પોલીસ સ્ટેશનના પી.આઈ હસમુખ રાઠવાની સરકારી નિયમ મુજબ વય પુરી થતાં આજે વય નિવૃત્તિ સમારંભ ગોયલ પેલેશ ખાતે યોજાયો હતો. આજના વય નિવૃત્ત સમારંભમાં ઝાલોદ તાલુકા પ્રાંત અધિકારી અરવિંદ ભાટીયા , ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશનના પી.આઈ, પી.એસ.આઈ તેમજ આમંત્રિત મહેમાનો અને પરિવારજનોની વચ્ચે યોજાયો હતો. ઉપસ્થિત સહુ અધિકારી ,સ્ટાફ અને મહેમાનોએ અલગ અલગ મોમેન્ટો આપી તેઓનું સન્માન કરેલ હતું.
પીચ.આઈ હસમુખ રાઠવા ગામ: ખાંડીયા અમાદર, તા.પાવી જેતપુર, જી: છોટા ઉદેપુરના રહેવાસી છે. તેઓનો જન્મ 01-06-1967 ના રોજ થયો હતો. ધોરણ 1 થી 5 માં ગામમાં અભ્યાસ પછી 6 થી 12 પાવી જેતપુર અભ્યાસ કરવા દરરોજ 5 કિમી ચાલતા જતા હતા. તેઓએ તેઓએ છોટા ઉદેપુર ખાતે બી.એ સુધીનો અભ્યાસ કરેલ હતો.
29-111989 મા પો.કો તરીકે પ્રથમ નોકરી વડોદરા ખાતે લાગી હતી. તેઓને 2006 માં પી.એસ.આઈ તરીકે પ્રમોશન મળેલ હતું ત્યાર બાદ વિવિધ ડિપાર્ટમેન્ટમા બદલીના ક્રમ મુજબ બદલી થયેલ હતી તેઓને 24-09-2014 મા પો.ઈ તરીકે પ્રમોશન મળેલ હતું. તેઓએ 2022 મા સી.પી.આઈ ઝાલોદ તરીકે ચાર્જ લીધેલ હતો. તેઓ 05-09-2024ના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશનમા પો.ઈ તરીકે 30-06-2025 સુધી ફરજ નિભાવી આજરોજ તેઓ 35 વર્ષ 7 મહિનાની પોલિસ તરીકેની ફરજ નિભાવી વય નિવૃત્ત થયેલ છે.
તેઓના કાર્ય કાળમાં તેઓએ ખૂબ સુંદર અને સરાહનીય કામગીરી કરેલ હતી. તેઓની ઝાલોદ નગરમાં ફરજ દરમ્યાન મુખ્યત્વે હેતા ટ્યુશન ક્લાસિસના સંચાલકને આજીવન સજા તેમજ સોમનાથ મંદિરમાં ચોર આવેલ હતા તેઓને ડ્રોનની મદદ થી પકડી પાડવા જેવી સુંદર કામગીરી કરેલ હતી. પી.આઈ હસમુખ રાઠવા સ્વભાવે હસમુખ અને મિલનસાર , તેઓની કામગીરીમાં કોઈ પણ સમસ્યા તેઓએ ખૂબ સુંદર અને સરાહનીય તરીકે નિભાવેલ હતી. સ્વભાવમાં હસમુખા હોવાથી ગમે તેના સાથે ભળી જતાં અને તેઓનો મળતાવડો સ્વભાવ અને કામગીરી ઉપસ્થિત સહુ પોલિસ અધિકારીઓએ સરાહી હતી. વિશેષમાં ડી.વાય.એસ.પી ડી.આર.પટેલે કહ્યું હતું કે તેઓ ઉમરમા મોટા હોવાથી તેઓ સાથે બેસી ઘણી સમસ્યાઓનું સમાધાન તેઓના અનુભવ થી કરેલ છે તેમજ નોકરી પ્રત્યે ફરજ દરમ્યાન તેઓ કડક અને નરમ બંને સ્વભાવ રાખી તાલમેલ રાખતા હતા. વય નિવૃત્ત એ નોકરી દરમિયાન થતી ક્રિયા છે તેને સ્વીકારવી પડે છે. પણ તેઓ સાથેના અનુભવ ખૂબ સરસ છે જેથી તે ભૂલી શકાય તેમ નથી અને ભલે તેઓ વય નિવૃત્ત થયા છે પણ તેઓની યાદ અને કામગીરી સદાય યાદ રહેશે.

Share

Related posts

મહીસાગર જિલ્લામાં ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મ જયંતી જનજાતિય ગૌરવ વર્ષની ઉજવણી – જાણો વધુ

gujaratjanekta

દાહોદ જિલ્લા સેવા સદન ખાતેના મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી

gujaratjanekta

ઝાલોદ નગરના વાવડી ફળિયાના મકાનમાં અચાનક આગ લાગતા ઘરવખરી સહિત તમામ સામાન આગમાં સ્વાહા

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial