Gujarat Jan Ekta
તાજા સમાચાર
ગુજરાત ન્યૂઝ ટોપ ન્યૂઝ

દાહોદ શહેરની ભગવાન જગન્નાથની ૧૮મી રથયાત્રા.

દાહોદ શહેરની ભગવાન જગન્નાથની ૧૮મી રથયાત્રા.સમગ્ર ગુજરાત ભક્તિમય બન્યું: રથયાત્રા ૨૦૨૫ ભવ્ય ઉજવણી સાથે દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રા કાઢવામાં આવી હતી.આજે ૨૭ જૂન, ૨૦૨૫ ના રોજ, સમગ્ર ગુજરાતમાં રથયાત્રા ભક્તિ, ભવ્યતા અને શાંતિપૂર્ણ માહોલ સાથે ઉજવાઈ રહી છે. દેશભરમાં વિખ્યાત જગન્નાથ રથયાત્રા આજે વિવિધ શહેરોમાં નીકળી રહી છે.આ ભગવાન જગન્નાથની રથયાત્રા ભગવાન રણછોડરાય મંદિર ખાતે થી દોલતગંજ બજાર થઈ નગરપાલિકા થઈ, ભગિની સમાજ થઈ, તળાવ ચોક દેસાઇવાડા,ખાતે. થઈ એમ.જી રોડ થી નગરપાલિકા થઈ ભગવાન રણછોડરાય મંદિર ખાતે થી દોલતગંજ બજાર ખાતે પૂર્ણ થઈ હતી આ ભગવાન જગન્નાથની યાત્રા.દાહોદ શહેરમાં ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રામાં મહિલાઓ, બાળકો અને ધર્મ પ્રેમી જનતાઓ ખૂબ મોટી સંખ્યામાં આ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રામાં જોડાયા હતા. આ ભગવાન જગન્નાથમાં વિવિધ ભજન મંડળીઓ, કરાટેના વિશેષજ્ઞઓ દ્વારા વિવિધ કરતબો કરવા આવ્યા હતા.આ વખતે ભગવાન જગન્નાથ રથયાત્રામાં ઓપરેશન સિંદૂરની ઝાખીના વિશેષ બેનરો દ્વારા આકર્ષણ જમાવ્યું હતું.ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રામા શહેરના વિવિધ વિસ્તારોમાં છાસ, ઠંડુ પાણી, નાસ્તો, પૌવા, આલુ વડા વિવિધ નાસ્તાઓ આ રથયાત્રા આવનાર ભક્તજનોને પ્રસાદીરૂપી આપવામાં આવી હતી સારી વ્યવસ્થા કરી હતી.આ રથયાત્રામાં કોઈ અનિચ્છય બનાવ ન બને તેવી ચુસ્ત અને કડક બંદોબસ્ત સાથે દાહોદ જિલ્લા પોલીસ અને સરકારી તંત્ર આ ભગવાન જગન્નાથની પવિત્ર રથયાત્રામા વ્યવસ્થા કરવામાં આવી હતી, અને દાહોદ જિલ્લા માંથી આજુબાજુના ગામોના લોકો,મહિલાઓ, બાળકો, સાધુ સંતો આ રથયાત્રામાં જોડાય છે અને આજુ બાજુના ગામોમાંથી ભગવાન જગન્નાથના દર્શન કરવા આવતા હોય છે,લોકો મહિલાઓ પુરુષોને કોઈ અગવડ ના પડે તે તે હેતુથી દાહોદ જિલ્લા ટ્રાફિકના બ્રિગેડના જવાનો એવી સરસ અને સુંગમ વ્યવસ્થા કરી હતી અને ટ્રાફિક ને લઈ કોઈ તકલીફ પડી નથી દાહોદ શહેરની જનતાને, આ ભગવાન જગન્નાથની રથયાત્રમા દાહોદ નગરપાલિકાના અને અગ્નિશામક દળના જવાનો પણ ખડે પગે હાજર રહ્યા હતા, સાથો સાથ એમ.જી.વી.સી.એલ ના અધિકારીઓ અને કર્મચારીઓ ઉભી પગે હાજર રહ્યા હતા.દાહોદ નગરપાલિકાના તમામ ચૂંટાયેલા સભ્યો અને દાહોદ વિધાનસભાના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી આ પવિત્ર ભગવાન જગન્નાથની યાત્રામાં હાજર રહ્યા હતા.ભગવાનન ભક્તો દ્વારા દાહોદ રાજકીય નેતાઓની ઉપસ્થિતિ પણ ઉપસ્થિતિ રહી હતી.આ યાત્રા દોલતગંજ બજાર રાધા કૃષ્ણા મંદિર થી નગરપાલિકા થઈ, ભગિની સમાજ થઈ, તળાવ ચોક દેસાઇવાડા, એમ.જી રોડથી નગરપાલિકા થઈ હનુમાન બજાર ખાતે પૂર્ણ થઈ હતી આ ભગવાન જગન્નાથની યાત્રા.

Share

Related posts

ઝાલોદ નગરપાલિકા દ્વારા ઢોલ નગારા સાથે વેરો ન ભરનાર વ્યાપારીઓની દુકાન શીલ કરી

gujaratjanekta

ગોલ્ડન લોહી નહી મળતા વ્યક્તિએ જીવ ગુમાવ્યો : રાજકોટમાં મળ્યું અતિ દુર્લભ EMM નેગેટિવ ગ્રુપ

gujaratjanekta

પ્રાંત અધિકાર, ના.મામલતદાર સહિત ૪ સામે કલમ 306, 181, 182, 114 અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1) (10) મુજબ ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ – જાણો વધુ

gujaratjanekta

Leave a Comment

તાજા સમાચાર
Social media & sharing icons powered by UltimatelySocial